Rajkot Video: એક મહિના પહેલા લોકાર્પણ કરાયેલી બસો ખાઈ રહી છે ધૂળ, થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન કરાવ્યા બાદ સામે આવી હકીકત, જાણો શું છે વાસ્તવિકતા
રાજકોટમાં એક મહિના પહેલા જે ઈલેક્ટ્રીક બસોનું CMના હસ્તે વાજતે-ગાજતે લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. પરંતુ હજુ સુધી તેનો લાભ લોકોને મળ્યો નથી. આખરે ઈલેક્ટ્રીક બસો કેમ શરૂ કરવામાં નથી આવી? આ પ્રશ્નનો જવાબ મેળવવા TV9ની ટીમ ઈ-બસોના ચાર્જિંગ સ્ટેશન પહોંચી હતી.જ્યાં તમામ 25 બસો ધૂળ ખાતી જોવા મળી હતી. 4 સપ્ટેમ્બરે સીએમ ભૂપેન્દ્ર પટેલ ના હસ્તે લોકાર્પણ તો કરવામાં આવ્યુ હતુ.
Rajkot : ગાજ્યા મેઘ વરસ્યા નહીં આ કહેવતને રાજકોટ કોર્પોરેશનના સત્તાધીશોએ ખરા અર્થમાં સાબિત કરી બતાવી છે. રાજકોટમાં એક મહિના પહેલા જે ઈલેક્ટ્રીક બસોનું CMના હસ્તે વાજતે-ગાજતે લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. પરંતુ હજુ સુધી તેનો લાભ લોકોને મળ્યો નથી. આખરે ઈલેક્ટ્રીક બસો કેમ શરૂ કરવામાં નથી આવી? આ પ્રશ્નનો જવાબ મેળવવા TV9ની ટીમ ઈ-બસોના ચાર્જિંગ સ્ટેશન પહોંચી હતી.
આ પણ વાંચો : Rajkot: વાઈરલ ઈન્ફેકશનના કેસોને લઈ આરોગ્ય અધિકારીનું નિવેદન, નવેમ્બરના પહેલા અઠવાડિયાથી કેસમાં ઘટાડો નોંધાશે
જ્યાં તમામ 25 બસો ધૂળ ખાતી જોવા મળી હતી. 4 સપ્ટેમ્બરે સીએમ ભૂપેન્દ્ર પટેલ ના હસ્તે લોકાર્પણ તો કરવામાં આવ્યુ હતુ. પરંતુ તેનો લાભ હજુ સુધી લોકોને મળ્યો નથી.આ બસો શરૂ ન કરવાનું કારણ એવું જાણવા મળ્યું છે કે- સત્તાધીશોએ લોકાર્પણ બાદ બસોનું થર્ટ પાર્ટી ઈન્સ્પેક્શન કરાવ્યું. જેમાં સામે આવ્યું છે કે બસોમાં નક્કી થયા મુજબની એસેસરીઝ નથી આવી.
થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન કરાવ્યા બાદ સામે આવી હકીકત
ત્યારે સવાલ એ થાય છે કે- થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન લોકાર્પણ પહેલા કેમ ન કરાયું? લોકાર્પણ પહેલા કેમ સંપૂર્ણ ચકાસણી કરવામાં ન આવી? આ તમામ સવાલો વચ્ચે એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે- સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજકોટની મુલાકાતે આવવાના હતા. આ દરમિયાન તેમને સારું લગાડવા માટે જૂના સત્તાધીશોએ તેમને અંધારામાં રાખી વહેલા લોકાર્પણ કરાવી દીધુ.જેનું પરિણામ અત્યારે રાજકોટની પ્રજા ભોગવી રહી છે.
તો બીજીતરફ બસો શરૂ ન થવાના કારણે હવે કોંગ્રેસના નેતાઓને પણ બોલવાની તક મળી ગઈ છે. કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતનો આક્ષેપ છે કે કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓના કૌભાંડનો કારણે આવું થઈ રહ્યું છે.
મહત્વનું છે કે તંત્રના વાંકે રાજકોટના લોકો અત્યારે ખખડધજ અને પ્રદૂષણ ફેલાવતી ડિઝલ સિટી બસોમાં મુસાફરી કરવા મજબૂર બન્યા છે. લોકોના વેરાના રૂપિયામાંથી ખરીદાયેલી ઈલેક્ટ્રીક બસોનો લોકાર્પણ બાદ પણ લોકોને લાભ મળ્યો નથી.અનેક વખત ઓવરલોડ અને બંધ પડી ગયેલી સિટી બસોના દ્રશ્યો પણ સામે આવી ચૂક્યા છે. તેમ છતાં કોર્પોરેશનના સત્તાધીશોના પેટનું પાણી પણ ન હલતું હોય તેમ લાગી રહ્યું છે.
