ઠાકોર સમાજના સ્નેહ મિલનમાં ગેનીબેને આગેવાનોને એક થવા કરી હાકલ, કહ્યું પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને એક થવુ જોઈએ- Video

ઠાકોર સમાજના સ્નેહ મિલનમાં ગેનીબેને આગેવાનોને એક થવા કરી હાકલ, કહ્યું પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને એક થવુ જોઈએ- Video

| Edited By: | Updated on: Nov 14, 2026 | 9:02 PM

વાવ-થરાદમાં ઠાકોર સમાજનું નવા વર્ષના સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ સંમેલનમાં ઠાકોર સમાજના અનેક દિગ્ગજ નેતાઓ એક મંચ પર જોવા મળ્યા હતા. આ તકે કેશાજી ઠાકોર, સાંસદ ગેનીબેન ઠાકોર અને અલ્પેશ ઠાકોર સહિતના એકસાથે મંચ શેર કરતા જોવા મળ્યા હતા.

વાવ થરાદમાં આયોજિત ઠાકોર સમાજના સ્નેહ મિલનમાં રાજકીય દિગ્ગજો એક મંચ પર જોવા મળ્યા હતા. દિવાળી બાદ નવા વર્ષ નિમીત્તે મળેલુ આ સ્નેહ મિલન રાજકીય દિગ્ગજોનો મેળાવડા સમાન લાગી રહ્યુ હતુ. જેમા ઠાકોર સમાજના દિગ્ગજ નેતાઓ એક્તાનું પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા. આ સંમેલનમાં કોંગ્રેસ સાંસદ ગેની બહેન ઠાકોર, મંત્રી સ્વરૂપજી ઠાકોર, ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને કેશાજી ઠાકોર સહિતના રાજકીય દિગ્ગજો મંચ શેર કરતા જોવા મળ્યા હતા.

આ તકે સાંસદ ગેનીબેન ઠાકોરે લોકોને એક થવા માટે હાકલ કરી હતી. તેમણે કહ્યુ મે અનેક એવા આગેવાનો જોયા છે જે બીજાને કોઈપણ ભોગે પાડી દેવામાં માને છે. પક્ષમાં રહેનારા હિતશત્રુઓનો પણ ગેનીબેને ઉલ્લેખ કર્યો. સાથે જ તેમણે કહ્યુ કે સહુ આગેવાનોએ પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને એક થવુ જોઈએ.

આ તરફ ભાજપના ધારાસભ્ય કેશાજી ચૌહાણે સમાજને એકતાનો સંદેશ આપ્યો. તેમણે કહ્યુ વર્ષ 2027ની ચૂંટણીમાં સમાજની એક્તાની આકરી કસોટી થવાની છે. રાજકીય પક્ષો આંટીો નાખશે પરંતુ એક્તા જાળવી રાખજો. કેશાજી ચૌહાણના નિવેદનનું અલ્પેશ ઠાકોરે પણ સમર્થન કર્યુ છે. ચૂંટણીઓ તો આવતી રહેશે, ચૂંટણી માટે સમાજની એક્તા ન તૂટવી જોઈએ. વધુમાં અલ્પેશ ઠાકોરે ઉમેર્યુ કે ઠાકોરની ચિંતા 100 વાર કરીશુ પરંતુ બધા સમાજને સાથે લઈને ચાલીશુ.

“કુંવરજી બાવળિયાએ હવે નિવૃતિ લઈ લેવી જોઈએ”- પ્રવિણ કોળીના નિવેદનથી કોળી સમાજમાં બે ફાંટા પડ્યા હોવાની રાજકીય ચર્ચાઓ તેજ- Video

 

Follow Us
Loading...
Unable to load recommendations.