સેના માટે સુરક્ષા કવચ! આર્મી માટે ગુજરાત યુનિવર્સિટીએ બનાવ્યું જોરદાર હેબીટાટ, જાણો શું શું છે એમાં સુવિધા

ઇન્ડિયન આર્મીના જવાનો જે ઠંડીમાં ફરજ બજાવે છે, એમને એ ઠંડીથી રક્ષણ મળે તે માટે ગુજરાત યુનિવર્સિટીનો નવતર પ્રયોગ સામે આવ્યો છે. યુનિવર્સિટીએ અદ્યતન હેબીટાટ બનાવ્યું છે. ચાલો જાણીએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2021 | 8:28 AM

Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીએ (Gujarat University) DRDO સાથે MOU કરીને DRDOના કોર્ષ પણ શરુ કર્યા છે ત્યારે લદાખમાં ફરજ બજાવતા આર્મી જવાનો માટે હેબીટાટ (Army Habitat) બનાવ્યું છે. હેબીટાટ દ્વારા આર્મી જવાનોને (Indian Army) -40 થી -60 ડીગ્રી સુધીની ઠંડીમાં રક્ષણ મળશે. યુનિવર્સિટી દ્વારા 1 વર્ષ અગાઉ એક ડેમો સેમ્પલ તરીકે આપવામાં આવ્યો હતો. જેમાં જરૂરી સુધારા વધારા કરીને નવું હેબીટાટ તૈયાર કરવામાં આવ્યું છે.

કેમ છે ખાસ આ હેબીટાટ?

આ હેબીટાટમાં સૈન્યના જવાનો માટે જરૂરી મોટાભાગની સુવિધાઓ ઉપલબ્ધ છે. તેમજ આ હેબીટાટમાં તે સોલર ઉર્જા મેળવી શકે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાત યુનિવર્સીટીના કુલપતિ હિમાંશુ પંડ્યાએ આ બાબતે જણાવ્યું કે, જ્યારે આર્મી ખુબ ઓછા તાપમાને ફરજ બજાવે છે, ત્યારે આર્મીના જવાનોને આટલી વિષમ પરિસ્થિતિમાં પણ એક સારું હેબીટાટ મળી રહે. તે દિશામાં કામ કરવામાં આવ્યું છે. આ હેબીટાટમાં સેનિટેશન, હિટીંગની સુવિધા, ઉપરાંત વોટર પ્રૂફિંગ સિસ્ટમ અને સંચાર વ્યવસ્થા જેવી બધી સુવિધાઓ એક જ હેબીટાટમાં આપવામાં આવી છે.

જણાવી દઈએ કે ગુજરાત યુનિવર્સિટીએ ડીફેન્સ સેક્ટરમાં વધુ એક ડગલું આગળ ભર્યું છે. તાજેતરમાં જ ગુજરાત યુનિવર્સિટીમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિફેન્સ સ્ટડી એન્ડ રિસર્ચ અંતર્ગત ડીફેન્સ સેક્ટરના અભ્યાસક્રમ શરૂ થયા બાદ આ દિશામાં યુનિવર્સિટીએ વધુ એક MOU કર્યા છે, જે અંતર્ગત ગુજરાત યુનિવર્સિટીમાં સાઇબર સિક્યુરિટી રિસર્ચ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે.

 

આ પણ વાંચો: બગીચામાં મજાર, વિરોધના એંધાણ: અમદાવાદમાં બગીચામાં બાંધેલી મજારને લઈને હિન્દુ જાગરણ મંચે આપી આ ચીમકી

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, મેષ 30 ડિસેમ્બર: વેપારમાં કેટલાક નક્કર અને મહત્વપૂર્ણ નિર્ણયો લેવાશે, પ્રતિષ્ઠિત લોકો સાથે થશે મુલાકાત

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">