ટેકસ્ટાઈલ હબ બન્યુ ઉઠમણાનું હબ, સુરતની જાણીતી પેઢીએ વેપારીઓના ડૂબાડ્યા 15 થી 17 કરોડ રૂપિયા

|

Mar 23, 2024 | 12:10 AM

ટેક્સ્ટાઈલ હબ તરીકે જાણીતુ સુરત હવે ઉઠમણાનું પણ હબ બની રહ્યુ છે. સુરતની જાણીતી ટેક્સ્ટાઈલ પેઢીએ 8 થી 10 કરોડનું ઉઠમણુ કરતા અનેક વેપારીઓના નાણાં ફસાયા છે. અંજુ કેડિયા, સ્નેહા ક્રિએશન, આશિષ સુરેખા નામની પેઢીએ ઉઠમણુ કરી વિવર્સના 15થી 17 કરોડ ડૂબાડ્યા હોવાનો આરોપ છે. 

ટેક્સ્ટાઈલ અને ડાયમંડ ઉદ્યોગનું હબ સુરત આજકાલ ઉઠમણાનું પણ હબ બન્યુ છે. સુરતની જાણીતી ટેક્સટાઇલ પેઢીએ રૂપિયા 8થી 10 કરોડનું ઉઠમણું કરતા અનેક વેપારીઓના નાણા ફસાયા છે. હરિ સંઘની સ્નેહા ક્રિએશનના સંચાલકોએ માલ લઇને રૂપિયા ન ચૂકવ્યા અને સંચાલકો ઓફિસને તાળા મારી ફરાર થઇ ગયા, ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો ઓફિસ ખાતે ઉમટ્યા. રોષે ભરાયેલા લોકોએ પોલીસ કમિશનરને રજૂઆત કરી.

વેપારીઓનો આરોપ છે કે ઉઠમણું કરનારાઓએ પૂર્વ આયોજીત ષડયંત્ર રચીને ઉઠમણાને અંજામ આપ્યો છે. રઘુકુળ માર્કેટમાં, આશિષ સુરેખા, સ્નેહા ક્રિએશન અને અંજુ કેડિયા નામની પેઢી ચલાવનારા ભાગીદારોએ આ ઉઠમણુ કર્યુ છે અને વિવર્સનું 15થી 17 કરોડનું કરી નાખીને પેઢી ઉઠી ગઈ છે.

આ પણ વાંચો: પાકિસ્તાનની જેલમાં કેદ માછીમારે પરિવારને લખ્યો પત્ર, જેલની બદ્દતર સ્થિતિનો આપ્યો ચિત્તાર, કેદીઓના સ્વાસ્થ્ય સામે જીવલેણ ખતરો- વીડિયો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video