Mahisagar : મલેકપુરમાં બુટલેગરોનો આતંક, પોલીસે વિક્રમ માલીવાડના 2 સાગરીતની કરી ધરપકડ,જુઓ Video

| Edited By: | Updated on: Sep 09, 2023 | 2:12 PM

મહીસાગરમાં લુણાવાડાના મલેકપુરમાં બુટલેગરો બેફામ બની આતંક મચાવી રહ્યાં છે. ખુલ્લેઆમ પોલીસ અને કાયદાની ઐસીતૈસી કરી લોકોને ધમકી આપી રહ્યાં છે. ત્યારે પોલીસે મલેકપુરમાં આતંક મચાવનાર બુટલેગર વિક્રમ માલીવાડ 2 સાગરીતની ધરપકડ કરી છે. બાલાસિનોરના બુટલેગર મનીષ મહેરા સહિત બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જો કે હજી મુખ્ય સૂત્રધાર વિક્રમ માલીવાડ પોલીસ પકડથી દૂર છે.

Mahisagar : મહીસાગરમાં લુણાવાડાના મલેકપુરમાં બુટલેગરો બેફામ બની આતંક મચાવી રહ્યાં છે. ખુલ્લેઆમ પોલીસ અને કાયદાની ઐસીતૈસી કરી લોકોને ધમકી આપી રહ્યાં છે. ત્યારે પોલીસે મલેકપુરમાં આતંક મચાવનાર બુટલેગર વિક્રમ માલીવાડ 2 સાગરીતની ધરપકડ કરી છે. બાલાસિનોરના બુટલેગર મનીષ મહેરા સહિત બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જો કે હજી મુખ્ય સૂત્રધાર વિક્રમ માલીવાડ પોલીસ પકડથી દૂર છે.

આ પણ વાંચો : Mahisagar: ગાંધીનગરથી SMCએ લુણાવાડમાં દરોડો પાડ્યો, BJP નેતા સહિત 34 જુગારીઓ ઝડપાયા, જુઓ Video

હાલ પોલીસ મુખ્ય સૂત્રધાર વિક્રમ માલીવાડની શોધખોળ કરી રહી છે. મહત્વનું છે કે અગાઉ ગુંડાગીરીના કેસમાં મુખ્ય સૂત્રધાર વિક્રમ માલીવાડ જેલની સજા કાપી આવ્યો છે. છતાં જેલમાંથી બહાર આવ્યાં બાદ ફરી મલેકપુરમાં આતંક મચાવ્યો હતો. મલેકપુરમાં એક દુકાનદારને વિક્રમના સાગરિતોએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. મનીષ મહેરાનો અગાઉ ધમકી આપતો વીડિયો વાયરલ થયો હતો.

  મહિસાગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો