આજનું હવામાન : કાળઝાળ ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર, 2-3 ડિગ્રી તાપમાનમાં વધારો થવાની આગાહી, જુઓ Video

| Updated on: Mar 23, 2025 | 7:34 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી કેટલાક દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. આગામી 4 દિવસ દરમિયાન ગુજરાતભરમાં 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થાય તેવી આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી કેટલાક દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. આગામી 4 દિવસ દરમિયાન ગુજરાતભરમાં 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થાય તેવી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હાલ ઉત્તર પૂર્વના પવન ફુંકાય છે. જેના પગલે અનેક વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધે તેવી આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં કેટલું રહેશે તાપમાન

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 40 ડિગ્રી તાપમાન નોંધાય તેવી શક્યતા છે. આજે અમરેલી, ભરૂચ, જુનાગઢ, નર્મદા, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. અમદાવાદ, આણંદ, બોટાદ, ખેડા, મોરબી, નવસારી, રાજકોટ, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત અરવલ્લી, બનાસકાંઠા, ડાંગ, છોટાઉદેપુર, મહીસાગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, વલસાડ સહિતના જિલ્લાઓમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

હવામાનના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો