આજનું હવામાન : ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થાય તેવી આગાહી, જુઓ Video

આજનું હવામાન : ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થાય તેવી આગાહી, જુઓ Video

| Updated on: Apr 25, 2025 | 8:21 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ગરમીનું તાપમાન યથાવત રહે તેવી શક્યતા છે. પશ્ચિમ ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાયા છે. આગામી 5 દિવસ 40 થી 44 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ગરમીનું તાપમાન યથાવત રહે તેવી શક્યતા છે. પશ્ચિમ ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાયા છે. આગામી 5 દિવસ 40 થી 44 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાય તેવી આગાહી કરવામાં આવી છે. જો કે આગામી 5 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે.

રાજ્યમાં કેટલું રહેશે તાપમાન

ગુજરાતના અમદાવાદ, આણંદ, અરવલ્લી, ગાંધીનગર, કચ્છ, ખેડા, મહીસાગર, મહેસાણા, પાટણ, પંચમહાલ, સુરેન્દ્રનગર, વડોદરા સહિતના જિલ્લાઓમાં 42 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. બનાસકાંઠા, ભરૂચ, દાહોદ, મોરબી, નર્મદા સહિતના જિલ્લાઓમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત જુનાગઢ, તાપી સહિતના જિલ્લાઓમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો