દાંતીવાડા ડેમના ગેટના રિપેરિંગ મામલે ટેક્નિકલ એક્સપર્ટ ટીમને કેટલાક અંશે મળી સફળતા, પાણીનો વેડફાટ ઘટ્યો

દાંતીવાડા ડેમના ગેટના રિપેરિંગ મામલે ટેક્નિકલ એક્સપર્ટ ટીમને કેટલાક અંશે મળી સફળતા, પાણીનો વેડફાટ ઘટ્યો

| Edited By: | Updated on: Dec 02, 2023 | 10:24 AM

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમના એક દરવાજામાં ખામી સર્જાવાને લઈ જળાશયમાંથી પાણીનો વેડફાટ થઈ રહ્યો હતો. પ્રતિ કલાકે 30 કરોડ લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો હતો. છેલ્લા સાતેક દિવસથી પાણીનો વેડફાટ થઈ રહ્યો હતો. દરવાજો બંધ કરવા દરમિયાન લોખંડનો રોડ બેન્ડ થવાને લઈ સંપૂર્ણ રીતે દરવાજો બંધ થઈ શક્યો નહોતો. ટેકનિકલ ટીમને દરવાજો જેટલો ખુલ્લો હતો એમાં કેટલાક અંશે બંધ કરવાની સફળતા મળી છે.

દાંતીવાડા ડેમનો એક ગેટ ખોલવામાં આવ્યા બાદ તેને બંધ કરવા દરમિયાન ટેકનિકલ સમસ્યાને લઈ અધખૂલ્લો રહી જવા પામ્યો હતો. ગેટ બંઘ કરવા માટે નો લોખંડનો રોડ બેન્ડ થઈ જવાને લઈ આ સમસ્યા સર્જાઈ હતી. અનેક પ્રયાસો બાદ પણ ડેમનો ગેટ બંધ નહીં થતા મોટા પ્રમાણમાં નદીમાં વહી જવા લાગ્યુ હતુ. પ્રતિ કલાકે 30 કરોડ લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો હતો. પ્રતિ સેકન્ડ 300 ક્યુસેક કરતા વધારે પાણી નદીમાં વહી જવા લાગ્યુ હતુ.

મધ્ય પ્રદેશથી આ માટે ટેકનિકલ એક્સપર્ટ ટીમ બોલાવવામાં આવી હતી. જે ટીમે પહોંચતા વેંત જ મરામતની કામગીરી શરુ કરી હતી. આ દરમિયાન ટીમને કેટલેક અંશે સફળતા મળી હતી અને ડેમમાંથી વહી જતા પાણીમાંથી કેટલાક અંશે બચાવ કરવા સફળતા મળી છે. ટીમ દ્વારા દરવાજો જેટલો ખૂલ્લો રહી ગયો હતો એમાં કેટલાક અંશે તેને બંધ કરવામાં સફળતા મળી છે. આમ હવે ધીરે ધીરે ગેટ સંપૂર્ણ બંધ કરી દેવાની સફળતા મેળવવા માટે પ્રયાસ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ પાકિસ્તાની ક્રિકેટર કૂલી નંબર-1, ઓસ્ટ્રેલિયાની ધરતી પર ઉતરતા જ સામાન ટ્રકમાં ભરવો પડ્યો

 બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Dec 02, 2023 10:24 AM