ગીર સોમનાથમાં રૂપેણ નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે સગર્ભા મહિલાની વ્હારે આવી 108ની ટીમ, જુઓ Video

|

Jul 01, 2023 | 8:04 PM

ઊના નજીક ખત્રીવાડા ગામે રૂપેણ નદીના જળતાંડવ વચ્ચે સગર્ભા મહીલાની વહારે 108ની ટીમ આવી. મહિલાને ગામ લોકો, પોલીસ અને 108 કર્મચારીઓની મદદથી ખાટલામા નદી પાર કરાવ્યા બાદ હોસ્પિટલ ખસેડાવામાં આવી.

 Girsomnath : અતિભારે વરસાદમાં સગર્ભાને હોસ્પિટલ લઈ જવાની ઘટનાઓ અત્યાર સુધી તમે ફિલ્મોમાં જ જોઈ હશે. પરંતુ ગીરસોમનાથના ઉના નજીક હકીકતમાં આવી ઘટના સામે આવી છે. ઉના પાસે આવેલા ખત્રીવાડા ગામે મહિલાને પ્રસૂતિનો દુખાવો થતા ગ્રામજનો અને 108ના સ્ટાફની મદદથી હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવી. જેના ફિલ્મી દ્રશ્યો સામે આવ્યા છે.

ખત્રીવાડા ગામમાં રહેતી તેજલ રાઠોડ નામની સગર્ભાને પ્રસૂતિનો દુખાવો થતા તેને હોસ્પિટલ લઈ જવાનો પરિવાર સામે મોટો પડકાર હતો. 108 એમ્બ્યુલન્સને બોલાવાઈ પરંતુ તે સનખડા ગામ સુધી જ પહોંચી શકી. ત્યાંથી નદી પાર કરવી 108 માટે અશક્ય હતી. બીજીતરફ મહિલાને નદી પાર કરાવવી પણ સૌથી મોટું જોખમી અને પડકારજનક કામ હતું. જોકે ગ્રામજનોએ દોરડા અને ખાટલાની મદદથી પ્રસૂતાને નદી પાર કરાવી.

આ પણ વાંચો  : ગીર સોમનાથના ઉનામાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો

મોટી સંખ્યામાં એકઠા થયેલા ગ્રામજનોએ મહિલાને ખાટલામાં બેસાડીને નદી પાર કરાવવામાં મદદ કરી. ત્યારબાદ ટ્રેક્ટરમાં બેસાડીને સનખડા ગામ સુધી પહોંચાડવામાં આવી અને સનખડા ગામેથી મહિલાને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવી. ઘટનામાં ગ્રામજનો અને 108ની ટીમે સરાહનીય ભૂમિકા ભજવી. જેના કારણે સગર્ભાને સલામત રીતે હોસ્પિટલ લઈ જવાઈ.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video