Loading video

શિક્ષકે આત્મહત્યા કરવા ઓનલાઈન મંગાવ્યું સોડિયમ નાઈટ્રાઈટ, અખતરો કરવા પડોશીને જીરાસોડામા ભેળવીને પીવડાવતા 3ના થયા મોત

author
| Edited By: | Updated on: Mar 04, 2025 | 8:53 PM

શિક્ષક હરીકિશન સામે, અગાઉ પાટણ પોલીસ મથકે તાજેતરમાં જ હની ટ્રેપનો ગુનો દાખલ થયો હતો. શિક્ષક હરીકિશનને પોલીસ પકડશે અને આબરૂ જશે તે બીકે આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો હતો. આત્મહત્યા કરતા પહેલા અખતરા માટે તેણે વિકલાંગ કનુભાઈ ચૌહાણને જીરા સોડામાં સોડિયમ નાઈટ્રાઈટ ભેળવીને પીવા માટે આપ્યું હતું.

ખેડાના નડિયાદમાં જીરા સોડા પીવાથી 3ના મોત મામલે મોટો ખુલાસો થવા પામ્યો છે. આ મોત એ જીરા સોડા પીવાથી નહીં પરંતુ તેમાં ઝેર આપીને પીવડાવવાને કારણે થયું હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. નડિયાદમાં ગત 9 ફેબ્રુઆરીના રોજ, ત્રણ લોકોના જીરા સોડા પીવાથી મોત થયા હોવાનું પોલીસ ચોપડે નોંધાયું હતું.

આ કેસની પોલીસે ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરીને, વિશેરા તેમજ પીણાની બોટલના સેમ્પલ લઇ એફએસએલમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા. તપાસમાં જીરા સોડામાં સોડિયમ નાઈટ્રાઈટ હોવાનું સામે આવતા તપાસ કર્તા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે આ કેસમાં હત્યાનો ગુનો નોંધીને એલસીબી પોલીસે તપાસ હાથ ધરી હતી. ત્રણ લોકોના મોત મામલે અલગ અલગ ટીમો બનાવી તપાસ કરવામાં આવી હતી.

એલસીબી પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, મરણ જનાર કનુભાઈ ચૌહાણના પાડોશમા રહેતા હરિકિશન ઉર્ફે હરિ ચંદુભાઈ મકવાણાએ ત્રણેયની હત્યા કરી છે. હત્યા કરનાર પાડોશી હરિકિશન ખેડા જિલ્લાના મહુધા તાલુકાની સણાલી પ્રાથમિક શાળામાં સરકારી શિક્ષક તરીકે કામગીરી કરે છે.

શિક્ષક હરીકિશન સામે, અગાઉ પાટણ પોલીસ મથકે તાજેતરમાં જ હની ટ્રેપનો ગુનો દાખલ થયો હતો. શિક્ષક હરીકિશનને પોલીસ પકડશે અને આબરૂ જશે તે બીકે આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો હતો. આત્મહત્યા કરતા પહેલા અખતરા માટે તેણે વિકલાંગ કનુભાઈ ચૌહાણને જીરા સોડામાં સોડિયમ નાઈટ્રાઈટ ભેળવીને પીવા માટે આપ્યું હતું. શિક્ષણ હરિકિશન ઉર્ફે હરિ મકવાણાએ સોડિયમ નાઈટ્રાઈટ ઓનલાઈન શોપિગ એપ એમેઝોન પરથી મંગાવ્યું હતું.

( With Input Dharmendra Kapasi, Kheda-Anand )