પડતર માગણીઓને લઈ વેરા વિભાગના કર્મચારીઓ લડી લેવાના મુડમાં, જુઓ વીડિયો
વેરા ખાતામાં ઉચ્ચ અધિકારીની જગ્યા પર વિભાગના જ સિનિયર કર્મચારીને સ્થાન નથી મળતું તેની જગ્યાએ IRS અધિકારીઓની નિમણૂક થઇ રહી છે. તેમજ પડતર માગણીઓને લઇને પણ વિરોધનો વંટોળ જોવા મળ્યો છે. પ્રોબેશન સમયગાળો પૂર્ણ થવા છતા કાયમી નિમણૂકપત્રો ના મળતા કર્મચારીઓમાં નારાજગી છે. લંચ બ્રેકના સમયમાં કર્મચારીઓએ રામધૂન બોલાવીને વિરોધ નોંધાવ્યો હતો.
રાજ્ય વેરા વિભાગના કર્મચારીઓ લડી લેવાના મુડમાં છે. અન્ય કેડરના અધિકારીઓને જીએસટી વિભાગમાં નિમણૂક આપવા મુદ્દે વેરા વિભાગના કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો. વેરા ખાતામાં ઉચ્ચ અધિકારીની જગ્યા પર વિભાગના જ સિનિયર કર્મચારીને સ્થાન નથી મળતું તેની જગ્યાએ IRS અધિકારીઓની નિમણૂક થઇ રહી છે. તેમનો કર્મચારીઓને વિરોધ છે.
આ પણ વાંચો કાંકરિયા ઝૂમાં ઠંડીને લઈ વિશેષ વ્યવસ્થા કરાઈ, હાથીને માટે શિળાયાના વસાણા, જુઓ
આ ઉપરાંત અન્ય પડતર માગણીઓને લઇને પણ વિરોધનો વંટોળ જોવા મળ્યો છે. પ્રોબેશન સમયગાળો પૂર્ણ થવા છતા કાયમી નિમણૂકપત્રો ના મળતા કર્મચારીઓમાં નારાજગી છે. લંચ બ્રેકના સમયમાં કર્મચારીઓએ રામધૂન બોલાવીને વિરોધ નોંધાવ્યો હતો.
