Gujarati Video : તાપીના સોનગઢમાં એસ.ટી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, જુઓ Video

| Edited By: | Updated on: Feb 15, 2023 | 1:40 PM

ઉચ્છલથી વ્યારા આવતી એસ.ટી બસનો ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર સોનગઢનાં ટેકરા વિસ્તારમાં આવેલા જોખમી વળાંકના કારણે અકસ્માત સર્જાયો હતો.

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. તેવી જ એક ઘટના તાપીના સોનગઢમા સામે આવી છે. ઉચ્છલથી વ્યારા આવતી એસ.ટી બસનો ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર સોનગઢનાં ટેકરા વિસ્તારમાં આવેલા જોખમી વળાંકના કારણે અકસ્માત સર્જાયો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.

આ પણ વાંચો : Earthquake : તાપી જિલ્લાના ઉકાઈથી 20 કિલોમીટર એરિયામાં અનુભવાયા ભૂકંપના આંચકા, ગુજરાતમાં 14 દિવસમાં 11મી વાર આવ્યો ભૂકંપ

આ અગાઉ આણંદ નજીક વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત થયો હતો. ટ્રક પાછળ ઇકો કાર અથડાતા 3 લોકોના મોત થયા હતા. વડોદરાથી ડાકોર જતા યુવાનોને અકસ્માત નડ્યો હતો. મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા હતા. ખંભોળજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરુ કરવામાં આવી હતી. ટ્રક ડ્રાઇવર સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી.

થોડા દિવસો પહેલા લીંબડી- અમદાવાદ હાઈવે ઉપર પણ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 લોકોના કમકમાટી ભર્યા મોત થયા હતા અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. આ ઘટના ચોરણીયા ગામના પાટિયા પાસે ટ્રક પાછળ કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો.