TAPI : હથનૂર ડેમના 30 દરવાજા ખોલવામાં આવતા ઉકાઈ ડેમની જળસપાટીમાં વધારો થયો, ઉકાઈ ડેમ ભયજનક સ્થિતિથી 8 ફૂટ દુર

TAPI : હથનૂર ડેમના 30 દરવાજા ખોલવામાં આવતા ઉકાઈ ડેમની જળસપાટીમાં વધારો થયો, ઉકાઈ ડેમ ભયજનક સ્થિતિથી 8 ફૂટ દુર

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2021 | 11:11 AM

UKAI DAM : હાલ ઉકાઈ ડેમ તેની ભયજનક સપાટીથી માત્ર 8 ફૂટ દુર છે. હાલ ઉકાઈ ડેમનું જળસ્તર 338 ફૂટ સુધી પહોચ્યું છે. ઉકાઈ ડેમમાં હાલ 1.43 લાખ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે.

TAPI : છેલ્લા એક સપ્તાહથી ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ચોમાસું સક્રિય થયું છે, જેને પગલે ઉકાઈ ડેમની પાણીની આવકમાં તોતિંગો વધારો નોંધાયો છે. ઉકાઈ ડેમની ઉપરવાસમાં મહારાષ્ટ્રમાં પડી રહેલા સતત વરસાદને પગલે ઉકાઈ ડેમમાં લાખો ક્યુસેક પાણી આવી રહ્યું છે., જેને પગલે ડેમની સપાટી 336 ફૂટને પાર થઈ ગઈ છે. જે સપ્ટેમ્બર માસના રુલ લેવલ 340 ફૂટ નજીક પહોંચી છે. ડેમમાં પાણી નો પૂરતો જથ્થો જમા થઈ જતા તાપી જિલ્લા સહીત દક્ષિણ ગુજરાતના લોકો માટે એક રાહતના સમાચાર છે.

ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા મહારાષ્ટ્રના હથનૂર ડેમના 30 દરવાજા ખોલીને 80,000 કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને કારણે બે દિવસમાં જ ઉકાઈ ડેમની જળસપાટીમાં 4 ફૂટનો વધારો થયો છે. હાલ ઉકાઈ ડેમ તેની ભયજનક સપાટીથી માત્ર 8 ફૂટ દુર છે. હાલ ઉકાઈ ડેમનું જળસ્તર 338 ફૂટ સુધી પહોચ્યું છે. ઉકાઈ ડેમમાં હાલ 1.43 લાખ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે.

ઉકાઈ ડેમના ઉપરવાસમાં મહારાષ્ટ્રના બે ડેમો આવેલા છે, એક પ્રકાશા ડેમ અને બીજો હથનૂર ડેમ. આ બે ડેમમાંથી જયારે પાણી છોડવામાં આવે છે ત્યારે તે પાણી ઉકાઈ ડેમમાં આવે છે અને ઉકાઈ ડેમની જળસપાટીમાં વધારો થાય છે. આ પહેલા ત્રણ દિવસ પહેલા પણ પ્રકાશા ડેમના 4 દરવાજા ખોલીને અને હથનુર ડેમના પણ 4 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવતા ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં પાણીની આવક થઇ હતી અને ઉકાઈ ડેમમાં હાલ 58,579 ક્યુસેક પાણીની આવક થઇ હતી અને જેના કારણે ડેમની જળસપાટી વધીને 333.04 ફૂટ પર પહોચી હતી.

આ પણ વાંચો : GANDHINAGAR : રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં શહેરમાં ભારે અને અતિભારે વરસાદ પડશે

g clip-path="url(#clip0_868_265)">