Tapi : વ્યારામાં ભરશિયાળે પાણીનો પોકાર, પૂરતું પાણી ન મળતા સ્થાનિકોમાં આક્રોશ

|

Jan 04, 2023 | 10:26 PM

તાપી જિલ્લાના વ્યારામાં ભરશિયાળે પાણીનો પોકાર શરૂ થયો છે.તાપી જિલ્લા ના વ્યારા શહેર માં ભર શિયાળે પાણીની સમસ્યાનો સામનો નગરજનોએ કરવાનો વારો આવ્યો છે, કારણ કે નહેર પર નિર્ભર રહેતી વ્યારા નગર પાલિકા દ્વારા દર વર્ષની જેમ નહેર બંધ કરવામાં આવતા નગરમાં એક માસ સુધી એકજ ટાઈમ પાણીનો જથ્થો પૂરો પાડવામાં આવશે,

તાપી જિલ્લાના વ્યારામાં ભરશિયાળે પાણીનો પોકાર શરૂ થયો છે.તાપી જિલ્લા ના વ્યારા શહેર માં ભર શિયાળે પાણીની સમસ્યાનો સામનો નગરજનોએ કરવાનો વારો આવ્યો છે, કારણ કે નહેર પર નિર્ભર રહેતી વ્યારા નગર પાલિકા દ્વારા દર વર્ષની જેમ નહેર બંધ કરવામાં આવતા નગરમાં એક માસ સુધી એકજ ટાઈમ પાણીનો જથ્થો પૂરો પાડવામાં આવશે, જેને લઈ વ્યારા નગરજનોની પાણીની સમસ્યા માં વધારો થયો છે .

વ્યારા નગરમાં એક માસ માટે એક ટાઈમ પાણીનો જથ્થો આપવાનું આયોજન

તાપી જિલ્લાના વ્યારા શહેરમાંથી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠા નહેરની મરામતનું કામ દર વર્ષેની જેમ આ વર્ષે પણ કરવામાં આવી રહ્યું છે, જેને પગલે નહેર બંધ કરવામાં આવી છે, ભાજપ શાસિત વ્યારા નગર પાલિકા વ્યારા નગરને આ નહેર માંથી પાણી પૂરૂ પાડે છે, નહેર આ વર્ષે પણ સમારકામને લઈ એક માસ સુધી બંધ રખાતા વ્યારા નગરમાં એક માસ માટે એક ટાઈમ પાણીનો જથ્થો આપવાનું આયોજન કરાયું છે, ત્યારે વ્યારા નગર પાલિકા દ્વારા નહેર પર નિર્ભર રહી કોઈ વૈકલ્પિક સુવિધાનું આયોજન હજુ સુધી નહીં કરવામાં આવતા વ્યારા નગરમાં ભર શિયાળે મહિલાઓએ પાણીની સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે.

ત્યારે વ્યારા નગર પાલિકાના સત્તાધીશો વર્ષોથી ભર શિયાળે પડતી વ્યારા નગરની પાણીની સમસ્યા મુદ્દે કોઈ નક્કર કાર્યવાહી કરાઈ એવી માંગ ઉઠવા પામી છે.

(With Input, Nirav Kansara, Tapi ) 

Next Video