Tapi: રાજ્યવ્યાપી શોક વચ્ચે વ્યારા નગરપાલિકાના પ્રમુખના જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

| Edited By: | Updated on: Nov 03, 2022 | 9:25 AM

ઉજવણીના વીડિયોમાં વ્યારા નગર પાલિકાના ચીફ ઓફિસર અને ભાજપ શહેર સંગઠન ભાજપ પ્રમુખ પણ જોવા મળ્યા હતા.  ભાજપ દ્વારા જ્યારે સંગઠન બેઠક  પણ રદ કરવામાં આવી હોય ત્યારે નગર પાલિકાના પ્રમુખે આ રીતે જન્મદિવસની ઉજવણી કરતા તેઓ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યા હતા.    

રાજયમાં મોરબી દુર્ઘટનાને પગલે 2 નવેમ્બરના રોજ રાજ્યવ્યાપી શોકની જાહેરાત કરવામાં આવી હતી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલથી માંડીને વિવિધ રાજકીય નેતાઓ તેમજ સંસ્થાઓએ વિવિધ ઉજવણીના કાર્યક્રમ રદ કર્યા હતા. તેની સામે તાપી જિલ્લાના વ્યારામાં નગર પાલિકા પ્રમુખે જન્મદિવસની ઉજવણી કેક કાપીને કરી હતી.આ ઉજવણીના વીડિયોમાં વ્યારા નગર પાલિકાના ચીફ ઓફિસર અને ભાજપ શહેર સંગઠન ભાજપ પ્રમુખ પણ જોવા મળ્યા હતા.  ભાજપ દ્વારા જ્યારે સંગઠન બેઠક  પણ રદ કરવામાં આવી હોય ત્યારે નગર પાલિકાના પ્રમુખે આ રીતે જન્મદિવસની ઉજવણી કરતા તેઓ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યા હતા.

રાજકીય શોકના કારણે જ્યાં એક બાજુ તમામ સરકારી કચેરીઓ પર રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો, તથા CM સહિતના તમામ મંત્રી તથા અન્ય રાજકીય પાર્ટીઓ મોરબીમાં મૃતકોના આત્માના શાંતિ માટે પ્રાર્થના કરી રાજકીય શોક ઉજવી રહી હતી, આ દરમિયાન વ્યારા નગરપાલિકાના સેજલ રાણા નગરપાલિકામાં જ બર્થ-ડે કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી હતી. આ દ્રશ્યો જોતા ઘણા બધા લોકોએ રોષ પણ વ્યક્ત કર્યો હતો.

2 નવેમ્બરના રોજ મોરબમાં મૃત્યુ પામેલા હતભાગીઓને લોકએ વિવિધ રીતે શ્રદ્ધાંજલિઓ પાઠવી  હતી. વિવિધ જિલ્લાઓમાં મૌન રેલી, કેન્ડલ માર્ચ તેમજ પ્રાર્થના સભા સહિતના કાર્યક્રમો આયોજિત કરીને મોરબીના મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. નોંધનીય છેકે તારીખ 30 ઓગસ્ટ રવિવારના રોજ મોરબીનો  ઝૂલતો બ્રિજ તૂટી જતા  130થી વધુ લોકોના કરૂણ મોત નીપજયા હતા. હાલમાં આ ઘટનામાં તપાસનો ધમધમાટ  ચાલી રહ્યો છે અને વિવિધ વિગતો પણ સામે આવી રહી છે.