Tapi: વન પર્યાવરણમંત્રી મુકેશ પટેલે લીધી તાપીના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત, વહેલી તકે સહાય ઉપલબ્ધ કરાવવા અધિકારીઓને આપી સૂચના

| Edited By: | Updated on: Jul 02, 2023 | 11:50 PM

Tapi: વન અને પર્યાવરણમંત્રી મુકેશ પટેલે તાપી જિલ્લાના અસરગ્રસ્તોની વચ્ચે પહોંચ્યા હતા. ભારે વરસાદને પગલે તાપીમાં અનેક લોકોને પારવાર નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે મંત્રીએ અસરગ્રસ્તોને વહેલી તકે સહાય પહોંચતી કરવા સૂચન કર્યુ હતુ.

વન અને પર્યાવરણ પ્રધાન મુકેશ પટેલે તાપી જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને વહેલા તકે સહાય મળે તે માટે અધિકારીઓને સૂચના આપી હતી. વન પ્રધાને અસરગ્રસ્ત વિસ્તારોની જાત માહિતી મેળવી હતી. મુલાકાત દરમિયાન કલેકટર અને વ્યારાના પ્રાંત અધિકારી તેમજ મામલતદાર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

આ તરફ સુરતના ઉપરવાસમાં ધોધમાર વરસાદ થતતા ઉકાઈ ડેમમાંથી પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યુ છે. તાપી નદીમાં પાણી છોડાતા કોઝવે સંપૂર્ણપણે ઓવરફ્લો થયો છે. નદીના પાણીનો પ્રવાહ વધતા કોઝવે ભયજનક સપાટી પર છે. લોકોને અહીંથી અવરજવર ન કરવા પણ સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો : સુરત જિલ્લામાં સારો વરસાદ વરસ્યા બાદ ખેડૂતોએ ચોમાસુ પાકની શરૂ કરી વાવણી, જુઓ Video

કોઝવે ભયજનક સ્થિતિમાં હોવા છતા કેટલાક લોકો અહીંથી અવરજવર કરતા પોલીસ એક્શનમાંઆવી હતી. હાલ કોઝવેની બંને તરફ પોલીસ પેટ્રોલિંગ ગોઠવી દેવાયુ છે. પ્રતિબંધ હોવા છતા કોઝવે પર નાહવા જતા લોકો સામે હવે પોલીસ કાર્યવાહી કરશે.

તાપી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: Jul 02, 2023 11:47 PM