AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tapi : જ્ઞાન સહાયકોની કોન્ટ્રાક્ટ આધારિત ભરતી રદ્દ કરવાની માગ સાથે વિરોધ, વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા રહ્યા હાજર, જુઓ Video

Tapi : જ્ઞાન સહાયકોની કોન્ટ્રાક્ટ આધારિત ભરતી રદ્દ કરવાની માગ સાથે વિરોધ, વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા રહ્યા હાજર, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2023 | 7:19 PM
Share

તાપી જિલ્લાના વ્યારા ખાતે આજે જ્ઞાન સહાયક ભરતી રદ્દ કરવાની માંગ સાથે ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા અને કોંગી ધારાસભ્યો તેમજ મોટી સંખ્યામાં ઉમેદવારોએ રેલી કાઢી તાપી જિલ્લા સેવા સદન બહાર પ્રતીક ધરણા કરવામાં આવ્યા હતા. સાથે પ્લે કાર્ડ અને સુત્રોચ્ચાર સાથે સરકારની નીતિનો વિરોધ કરવામાં આવ્યો હતો.

રાજ્ય સરકાર દ્વારા હાલ કાયમી શિક્ષકોને બદલે જ્ઞાન સહાયકોની ભરતી કરવાની કામગીરી હાથ ધરી છે. જેને લઈને જ્ઞાન સહાયકોની ભરતી રદ્દ કરવાની માંગ સાથે અને શિક્ષકોની કાયમી ધોરણે ભરતી કરવાની માંગ સાથે તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ બિરસા મુંડા સર્કલ નજીકથી મોટી સંખ્યામાં રેલી કાઢવામાં આવી હતી.

આ પણ વાંચો : Tapi જિલ્લામાં સોનગઢ તાલુકાના આમાલપાડ, બોરદા ગામ સહીત વિવિધ ગામો ખાતે ‘અમૃત કળશ યાત્રા’ યોજાઇ

આ રેલીમાં ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા , ધારાસભ્ય ડો. તુષાર ચૌધરી અને અનંત પટેલ સહિત કોંગ્રેસના આગેવાનો અને ટેટ ટાટ આપેલ પરીક્ષાર્થીઓ અને કોંગ્રેસ ના યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. કોંગ્રેસે સરકારની શિક્ષણ ક્ષેત્રની નીતિનો વિરોધ કરી શિક્ષિત યુવાનો સાથે અન્યાય કરી રહી હોવાનું જણાવ્યું હતું.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">