Devbhumi Dwarka : પહેલી વાર પાકિસ્તાનીઓ પાસેથી કરોડોના ડ્રગ્સ સાથે હથિયારો અને વિસ્ફોટકો પણ ઝડપાયા

Devbhumi Dwarka : પહેલી વાર પાકિસ્તાનીઓ પાસેથી કરોડોના ડ્રગ્સ સાથે હથિયારો અને વિસ્ફોટકો પણ ઝડપાયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 27, 2022 | 11:33 AM

ગુજરાતના (Gujarat) અતિસંવેદનશીલ દરિયાકાંઠે સુરક્ષા એજન્સીઓ નવા વર્ષની ઉજવણીને લઈ પહેલાથી જ સતર્ક છે. ત્યારે દ્વારકાના ઓખા નજીકના દરિયાકાંઠેથી સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાની ફિશિંગ બોટ અલ સોહેલી પરથી 40 કિલો હેરોઈનનો જથ્થો જપ્ત કર્યો છે.

31 ડિસેમ્બરના પગલે ગુજરાત સહિત દેશભરમાં પોલીસ સતર્ક છે. ખાસ કરીને નશાનો કારોબાર ન થાય તેના પર બાજ નજર રાખવામાં આવી રહી છે. ત્યારે આ દરમિયાન ઓખા દરિયા કાંઠેથી ડ્રગ્સની ઘૂસણખોરી રોકવામાં ATS અને કોસ્ટગાર્ડને મોટી સફળતા હાથ લાગી છે. ગુજરાતમાં એક પછી એક ડ્રગ્સનો કાળો કારોબાર ઝડપાઇ રહ્યો છે. ત્યારે ઓખાના દરિયામાંથી અધધ 300 કરોડના 40 કિલો હેરોઈન સાથે 10 પાકિસ્તાનીઓ ઝડપાયા છે. પહેલી વાર પાકિસ્તાનીઓ પાસેથી ડ્રગ્સની સાથે હથિયારો અને વિસ્ફોટકો પણ  જપ્ત કરવામાં આવ્યા છે.

ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રુ. 300 કરોડ હોવાનો અંદાજ

ગુજરાતના અતિસંવેદનશીલ દરિયાકાંઠે સુરક્ષા એજન્સીઓ નવા વર્ષની ઉજવણીને લઈ પહેલાથી જ સતર્ક છે. ત્યારે દ્વારકાના ઓખા નજીકના દરિયાકાંઠેથી સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાની ફિશિંગ બોટ અલ સોહેલી પરથી 40 કિલો હેરોઈનનો જથ્થો જપ્ત કર્યો છે. આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 300 કરોડની હોવાનો અંદાજ છે. ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે બાતમીના આધારે ડ્રગ્સની સાથે 10 પાકિસ્તાની નાગરિકોની પણ ધરપકડ કરી છે. આ બોટ પરથી હથિયાર અને દારૂગોળો પણ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીઓ પાસેથી મળેલા હથિયારોની વાત કરવામાં આવે તો તેમાં 6 પિસ્તોલ તેમજ 120 કાર્તિઝ જપ્ત કરી છે.

સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાની બોટ પર કર્યુ હતુ ફાયરિંગ

25 ડિસેમ્બરની રાતે ઈન્ટરનેશનલ મેરીટાઇમ બોર્ડર નજીકના વિસ્તારમાં પાકિસ્તાની ફિશિંગ બોટ શંકાસ્પદ રીતે ફરતી જોવા મળી હતી. સુરક્ષા એજન્સીઓએ ભારતીય જળસીમામાં ફરતી અલ સૌહેલી નામની પાકિસ્તાની બોટને જોઇ હતી. તો પાકિસ્તાની બોટ દ્વારા છળકપટનો દાવપેચ શરૂ કરાયો હતો. જે બાદ સુરક્ષા એજન્સીઓએ ચેતવણીના ભાગરૂપે ગોળીબાર કર્યો હતો. આમ છતાં બોટ ન અટકતા કોસ્ટગાર્ડે બોટને ઝડપીને ડ્રગ્સ અને હથિયારો જપ્ત કર્યા છે. સુરક્ષા એજન્સીઓએ ઝડપાયેલા પાકિસ્તાની નાગરિકોને ઓખા જેટી પર લાવીને સઘન પૂછપરછ હાથધરી છે.

પકડાયેલા પાકિસ્તાનીઓની પુછપરછ શરુ કરાઇ

મળતી માહિતી મુજબ અલ સૌહેલી બોટ કરાંચીમાં રજીસ્ટર્ડ છે. તો આ બોટમાં ગેસ સિલિન્ડરમાં ડ્રગ્સ છુપાવીને લાવવામાં આવી રહ્યુ હતુ. અલ સૌહેલી બોટને રોકવા માટે ફાયરિંગ કરવામાં આવ્યું હતુ. જે પછી 300 કરોડના 40 કિલો હેરોઈન સાથે 10 પાકિસ્તાનીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. હાલમાં આ તમામ 10 પાકિસ્તાનીઓની પુછપરછ હાથ ધરવામાં આવી છે.  આરોપીઓની પુછપરછમાં મોટા ખુલાસા થવાની સંભાવના છે.

 

g clip-path="url(#clip0_868_265)">