MEHSANA : ઠાકોર સેનામાં બે ફાડ પડી, અલ્પેશ ઠાકોરની રેલી અંગે સ્થાનિક નેતા અજાણ
ભાજપ નેતાના કાર્યક્રમમાં ભરતજી જોડાતા અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. ભરતજીએ કહ્યું કે, અલ્પેશ ઠાકોરનો કાર્યક્રમ રાજકીય નહીં, પરંતુ સામાજિક છે.
MEHSANA : ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપના નેતા અને ઠાકોર આગેવાન અલ્પેશ ઠાકોરે આજે મહેસાણામાં શક્તિપ્રદર્શન યોજ્યું છે. આ શક્તિ પ્રદર્શનમાં કોંગ્રેસના ધારાસભ્ય પણ જોડાયા છે. અલ્પેશ ઠાકોર મરતોલી ગામથી બહુચરાજી સુધીની પદયાત્રા કરી રહ્યા છે. જેમાં મોટી સંખ્યમાં ઠાકોર સમાજના આગેવાનો જોડાયા છે. મહત્વની વાત તો એ છે કે બહુચરાજીના કૉંગ્રેસના ધારાસભ્ય ભરતજી ઠાકોર અલ્પેશ ઠાકોરની યાત્રામાં જોડાયા છે.
ભાજપ નેતાના કાર્યક્રમમાં ભરતજી જોડાતા અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. ભરતજીએ કહ્યું કે, અલ્પેશ ઠાકોરનો કાર્યક્રમ રાજકીય નહીં, પરંતુ સામાજિક છે. ઠાકોર સમાજનું આ સંગઠન હોવાના કારણે તેઓ જોડાયા છે.તેઓ ઠાકોર સેનાના બીજા નંબરના હોદ્દેદાર હોવાથી યાત્રામાં જોડાયા છે.
મહત્વનું છે કે પદયાત્રામાં ક્ષત્રિય ઠાકોર સેનામાં પણ બે ભાગ જોવા મળ્યા. અલ્પેશની યાત્રામાં બહુચરાજી તાલુકાના ક્ષત્રિય ઠાકોર સેનાના આગેવાનો હાજર રહ્યા હતા.જ્યારે મહેસાણાના ઠાકોર સેનાના રામજી ઠાકોર રેલીના કાર્યક્રમ અંગે જ અજાણ હતા.
આ પણ વાંચો : AHMEDABAD : શહેરમાં 6 સ્થળોએ મુકાયા ઇન્ટરસેપ્ટર વાહનો, હવે ઓવર સ્પીડ પર વાહન ચલાવનારાઓ દંડાશે
આ પણ વાંચો : BANASKANTHA : દાડમના ઓછા ભાવોએ ખેડૂતોને રડાવ્યા, એક ખેડૂતે કહ્યું, “મરવાનો વારો આવ્યો”