સુરતીઓને વધુ એક વિકાસની ભેટ, ડુમસ બાદ આ બીચનો 48 કરોડના ખર્ચે થશે વિકાસ

|

Feb 22, 2024 | 8:48 PM

આ બીચનો પ્રવાસન તરીકે વિકાસ થાય તેમજ લોકો સમુદ્ર કિનારાની મજા માણી શકે તે માટે બીચનો વિકાસ કરવામાં આવશે સાથે જ આ બીચ સુધી પહોંચવા માટે બસની સુવિધા પણ શરૂ કરવામાં આવશે. સાથે જ હર્ષ સંઘવીએ જણાવ્યું કે, જો જરૂર પડશે તો વધુ બસ સેવા શરૂ કરવામાં આવશે.

દક્ષિણ ગુજરાતને વિકાસની વધુ એક ભેટ મળવા જઈ રહી છે. રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ આ મુદ્દે જણાવતા કહ્યું કે, સુરતના લોકો પાસે ડુમસ બીચ જ એક માત્ર વિકલ્પ હતો, પરંતુ હવે સુંવાળી બીચનો પણ વિકાસ કરવામાં આવશે. આ માટે 48 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.

સુંવાળી બીચનો પ્રવાસન તરીકે વિકાસ થાય તેમજ લોકો સમુદ્ર કિનારાની મજા માણી શકે તે માટે બીચનો વિકાસ કરવામાં આવશે સાથે જ આ બીચ સુધી પહોંચવા માટે બસની સુવિધા પણ શરૂ કરવામાં આવશે. સાથે જ હર્ષ સંઘવીએ જણાવ્યું કે, જો જરૂર પડશે તો વધુ બસ સેવા શરૂ કરવામાં આવશે. સુંવાળી બીચના વિકાસથી આસપસાના લોકોમાં રોજગારી પણ વધશે.

આ પણ વાંચો 22 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે, જનતાને આપશે 44 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ

Next Video