Rajkot : મેડિકલ કૉલેજના PSM વિભાગના વડાનું શંકાસ્પદ મોત, પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ કારણ થશે સ્પષ્ટ

| Edited By: | Updated on: Jan 28, 2023 | 2:33 PM

રેસકોર્સ પાર્કમાં રહેતા ડૉ.શોભાનો તેમના જ ઘરેથી મૃતદેહ મળી આવ્યો છે. આજે પોસ્ટમોર્ટમ બાદ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. તેમના ઘરનું બારણું શુક્રવારે સવારથી ખુલ્યું નહોતું.

રાજકોટ મેડિકલ કૉલેજના PSM વિભાગના વડાનું શંકાસ્પદ મોત થતાં ખળભળાટ મચ્યો છે. રેસકોર્સ પાર્કમાં રહેતા ડૉ.શોભાનો તેમના જ ઘરેથી મૃતદેહ મળી આવ્યો છે. આજે પોસ્ટમોર્ટમ બાદ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. તેમના ઘરનું બારણું શુક્રવારે સવારથી ખુલ્યું નહોતું. ઇન્ટર્ન ડૉક્ટર તરીકે ફરજ બજાવતી તેમની પુત્રી ગોધરાથી ફોન કરતી હતી પરંતુ માતા ફોન ઉપાડતા નહોતા.

પુત્રી ગોધરાથી ફોન કરતી હતી પરંતુ માતા ફોન ઉપાડતા નહોતા

અનેક પ્રયાસ છતાં માતા સાથે સંપર્ક ન થતાં પુત્રીએ પાડોશીને ફોન કર્યો હતો અને તેમણે બારણું ખટખટાવ્યું હતું પરંતુ અંદરથી કોઇ પ્રતિસાદ મળ્યો નહોતો. જેથી કંઇક અજુગતું થયાની શંકા ઉઠતા પાડોશીઓ એકઠા થઈ ગયા હતા અને મેડિકલ કોલેજનો સ્ટાફ પણ ત્યાં દોડી ગયો હતો. બારણું ખોલતાં જ ડો.શોભા તેમના બેડ પર મૃત હાલતમાં મળી આવ્યા હતા.