AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat video : રાજકોટના મહાનગરપાલિકાની બેદરકારીએ વધુ એક યુવકનો ભોગ લીધો, જુઓ Video

Gujarat video : રાજકોટના મહાનગરપાલિકાની બેદરકારીએ વધુ એક યુવકનો ભોગ લીધો, જુઓ Video

Disha Thakar
| Edited By: | Updated on: Jan 27, 2023 | 3:16 PM
Share

મળતી માહિતી અનુસાર ખાડાની આસપાસ કોઇ બેરિકેડ ન હોવાના કારણે યુવક ખાડામાં પડ્યો હતો, અને ખાડામાં રહેલા સળિયો યુવકના માથામાં વાગવાના કારણે યુવક મોતને ભેટ્યો હતો.

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ અવાર નવાર સામે આવતી હોય છે. ઘણી વાર રસ્તાની વચ્ચે આડેધડ ખોદેલા ખાડાના કારણે પણ અકસ્માત સર્જાતો હોય છે. તેવી જ અકસ્માતની ઘટના રાજકોટમાં સામે આવી છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાની બેદરકારીએ વધુ એક યુવકનો ભોગ લીધો છે. રાજકોટમાં થયેલા કાળમુખા અકસ્માતમાં એક યુવકનું કરુણ મોત નિપજ્યું છે. આ અકસ્માત રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે થયું હતું. જેમાં બાઈક સવાર યુવક ખાડામાં પડતા યુવકનું મોત થયું હતું.

આ પણ વાંચો : Video: ગોંડલમાં ગુંદાળા ચોકડી નજીક જાનૈયાઓને લઈને જતી બસ અને પિકઅપ વાન વચ્ચે અકસ્માત

મળતી માહિતી અનુસાર ખાડાની આસપાસ કોઇ બેરિકેડ ન હોવાના કારણે યુવક ખાડામાં પડ્યો હતો. અને ખાડામાં રહેલા સળિયો યુવકના માથામાં વાગવાના કારણે યુવક મોતને ભેટ્યો હતો. અકસ્માતમાં મૃતક યુવાન તેના પરિવારનો એકનો એક પુત્ર હતો. પુત્રના મોતની ખબર સાંભળતા જ પરિવારના માથે આભ ફાટ્યું છે.

આ અગાઉ પણ રાજકોટથી વિસાવદર જતી જાનૈયાઓની ટ્રાવેલ્સ બસ અને યુટીલિટી વાન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ટ્રાવેલ્સ નજીકમાં આવેલી નોનવેજની લારીને અડફેટે લઈને કારખાનાની દિવાલમાં ઘુસી ગઈ હતી. જો કે જાનૈયાઓને કોઈ ઈજા થઈ ન હતી. સમગ્ર ઘટનાને લઈને લોકોના ટોળા જોવા માટે ઉમટી પડ્યા હતા.

 

Published on: Jan 27, 2023 03:10 PM
g clip-path="url(#clip0_868_265)">