ગીરસોમનાથમાંથી ફરી અનાજની ગેરકાયદે હેરાફેરી સામે આવી છે. જેતપુર નેશનલ હાઈવે પરથી પ્રાચી તરફથી આવતા ટ્રકમાંથી શંકાસ્પદ ચોખાનો જથ્થો ઝડપાયો છે. જિલ્લા પૂરવઠા અધિકારીની ટીમે 380 કટ્ટા મળીને 19,240 કિલોનો જથ્થો ઝડપી પાડ્યો છે. ચોખાના સેમ્પલ લેબ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. આ ચોખા રેશનિંગના હોવાનુ પ્રાથમિક તારણ સામે આવ્યુ છે. હાલ વેરાવળ મામલતદાર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
આ અગાઉ કોડિનારમાંથી પણ ગેરકાયદે અનાજ ઝડપાયુ હતુ. ગીરસોમનાથમાંથી અવારનવાર સરકારી અનાજ બારોબાર સગેવગે કરવાની હેરાફેરી સામે આવતી રહે છે. ગરીબોને આપવાનુ અનાજ બારોબાર વેચી મારવાનુ જાણે કાળા બજારીનું મોટુ કૌભાંડ ચાલી રહ્યુ હોય તે પ્રકારે અવારનવાર ગેરકાયદે રીતે અનાજનો જથ્થો ઝડપાઈ રહ્યો છે.
આ તરફ વલસાડમાંથી પણ સસ્તા અનાજની કાળાબજારી સામે આવી છે અને SOGએ ગેરકાયદે બિલ વગરનો અનાજનો જથ્થો ઝડપી પાડ્યો છે. 182 કટ્ટામાંથી 8220 કિલો અનાજ જપ્ત કરવામાં આવ્યુ છે.
આ પણ વાંચો: ધૃતરાષ્ટ્રને કૌરવો ઉપરાંત પણ હતો એક પુત્ર, જાણો કોણ હતો એ