ધૃતરાષ્ટ્રને કૌરવો ઉપરાંત પણ હતો એક પુત્ર, જાણો કોણ હતો એ

17 May 2024

દ્વાપર યુગમાં રચવામાં આવેલી મહાભારતમાં એવા અનેક પાત્રો હતા, જેને લોકો ભાગ્યે જ જાણતા હશે. 

આ પાત્રો વિશે ભાગ્યેજ કશું સાંભળવા મળે છે. એમાનું એક પાત્ર એટલે કૌરવોનો સાવકો ભાઈ યુયુત્સુ

યુયુત્સુ કૌરવોના પિતા ધૃતરાષ્ટ્રનો જ પુત્ર હતો, પરંતુ તેની માતા ગાંધારી ન હતી. 

યુયુત્સુ અંધ ધૃતરાષ્ટ્રની એ દાસીનો પુત્ર હતો જે તેની દેખભાળ કરતી હતી. 

પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે ગાંધારી ગર્ભવતી હતી ત્યારે ધૃતરાષ્ટ્રની સારસંભાળ એક દાસી કરતી હતી. 

 આજ દાસીથી યુયુત્સુનો જન્મ થયો હતો. તેનો જન્મ પણ દૂર્યોધન અને ભીમની સાથે જ થયો હતો. આથી એ ત્રણેય ઉમરમાં સરખા હતા. 

યુયુત્સુ પણ કૌરવ જ હતો. પરંતુ તે મહાભારતના યુદ્ધમાં પાંડવોના પક્ષમાં હતો. એકમાત્ર યુયુત્સુ જ હતો જેણે ભરીસભામાં દ્રૌપદીના ચીરણહરણનો વિરોધ કર્યો હતો. 

કૌરવોમાંથી એકમાત્ર યુયુત્સુ જ હતો, જો મહાભારતના યુદ્ધ બાદ જીવિત બચ્યો હતો.

 (Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ આધારીત છે. tv9.gujarati  તેવી પુષ્ટિ નથી કરતુ.)