Gujarati Video : CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, કમોસમી વરસાદ અને કોરોનાના વધતા કેસ સહિતના મુદ્દાઓ પર કરાશે ચર્ચા

Gujarati Video : CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, કમોસમી વરસાદ અને કોરોનાના વધતા કેસ સહિતના મુદ્દાઓ પર કરાશે ચર્ચા

Kinjal Mishra
| Edited By: | Updated on: Apr 05, 2023 | 11:30 AM

Gandhinagar : આજે સવારે 10 વાગ્યે ગાંધીનગરમાં બેઠક શરૂ થશે. બેઠકમાં રાજ્યમાં પડી રહેલા કમોસમી વરસાદ મુદ્દે થશે ચર્ચા કરવામાં આવશે. તેમજ બેઠકમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યકમ અને વડાપ્રધાનની હાજરી મામલે પણ ચર્ચા કરવામાં આવશે.

Gandhinagar : રાજ્યમાં આજે મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠળ મળશે. આજે સવારે 10 વાગ્યે ગાંધીનગરમાં બેઠક શરૂ થશે. બેઠકમાં રાજ્યમાં પડી રહેલા કમોસમી વરસાદ મુદ્દે થશે ચર્ચા કરવામાં આવશે. તેમજ બેઠકમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યકમ અને વડાપ્રધાનની હાજરી મામલે પણ ચર્ચા કરવામાં આવશે.

રાજ્યમાં ચાલી રહેલા ટેકાના ભાવે ખરીદી પ્રકિયાની કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવશે. આ ઉપરાંત બરોડામાં રામનવમીના દિવસે થયેલા પથ્થર મારા મામલે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. તો નવી
શિક્ષણ નિતી અને રાજ્યમાં વધતા કોરોનાના કેસો મામલે પણ ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો : Gandhinagar: દરિયાઈ માર્ગે થતી નશીલા પદાર્થોની ઘૂસણખોરી સહિત રાષ્ટ્ર-રાજ્ય વિરોધી ગતિવિધિઓ રોકવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ: CM ભૂપેન્દ્ર પટેલ

માવઠાને કારણે ખેડૂતોનો મહામુલો પાક નાશ પામ્યો

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.ત્યારે કોરોના અંગેની સ્થિતિ અંગે પણ આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે. તો રાજ્યમાં માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી છે. આપને જણાવી દઈએ કે, એક અઠવાડિયાથી રાજ્યમાં અમરેલી, કચ્છ, જુનાગઢ અને બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે ખેડૂતોનો મહામુલા પાકનો નાશ થયો છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published on: Apr 05, 2023 09:50 AM
g clip-path="url(#clip0_868_265)">