Rajkot: ખાદ્ય તેલના ભાવોમાં ભડકો, ત્રણ દિવસમાં 5થી લઇને 30 રૂપિયા સુધીનો વધારો

|

Feb 15, 2022 | 2:46 PM

પેટ્રોલ-ડીઝલ, ગેસ અને શાકભાજીના ભાવમાં વધારા પછી ખાદ્યતેલના ભાવમાં પણ સતત વધારો થતો રહયો છે. ત્યારે મધ્યમ વર્ગના પરિવારોએ હવે ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યુ છે.

મધ્યમવર્ગ પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. ગૃહિણીઓનું બજેટ (Budget) પણ ખોરવાઇ ગયુ છે. મળતી જાણકારી અનુસાર સિંગતેલ (groundnut oil) અને કપાસિયા તેલ (Cottonseed oil) સહિતના ખાદ્ય તેલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. કપાસિયા તેલમાં છેલ્લા ત્રણ દિવસથી સતત ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ખાદ્ય તેલમાં છેલ્લા ત્રણ દિવસમાં 5થી લઇને 30 રૂપિયા સુધીનો વધારો થયો છે.

ખાદ્ય તેલના ભાવમાં ભડકો થતા સામાન્ય વર્ગ ચિંતામાં મુકાયો છે. કપાસિયા, સીંગતેલ અને પામોલીન તેલના ભાવ વધ્યા છે. કોર્ન ઓઇલ અને વનસ્પતિ ઘીના ભાવમાં પણ વધારો થયો છે. છેલ્લા ત્રણ દિવસમાં ખાદ્ય તેલમાં 5થી લઇને 30 રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે. સીંગતેલમાં 5 રૂપિયા, કપાસિયા તેલમાં 15 રૂપિયા વધ્યા છે. તો પામોલીન તેલમાં 15 રૂપિયા, કોર્ન ઓઇલમાં 30 રૂપિયાનો વધારો નોંધાયો છે. વનસ્પતિ ઘીમાં 10 રૂપિયાનો વધારો થયો છે.

પેટ્રોલ-ડીઝલ, ગેસ અને શાકભાજીના ભાવોમાં અધધ વધારા પછી ખાદ્યતેલના ભાવોમાં પણ સતત વધારો થતો રહયો છે. ત્યારે મધ્યમ વર્ગના પરિવારોએ હવે ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યુ છે. કોરોનાકાળમાં થયેલા લોકડાઉનમાં આર્થિક માર સહન કર્યા પછી હવે જનતાએ મોંઘવારીનો માર પણ સહન કરવો પડી રહ્યો છે. હવે ખાદ્યતેલના ભાવોમાં પણ વધારો થતા લોકોએ જાયે તો જાયે કહીં જેવી સ્થિતિનો અનુભવ થઇ રહ્યો છે.

વેપારીઓના જણાવ્યા અનુસાર સીંગતેલમાં હજુ ભાવ વધવાની શકયતા પૂરેપૂરી છે. સીંગતેલમાં સતત ભાવ વધારો થવાને કારણે હાલ સીઝનમાં લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડી રહ્યું છે. બીજી બાજુ યાર્ડમાં મગફળી અને કપાસની આવક ચાલુ છે.

આ પણ વાંચો-

Ahmedabad: ત્રણ બિલ્ડર ગ્રુપ પર દરોડામાં IT વિભાગને રુ. 10 કરોડની રોકડ અને 3.5 કરોડ રૂપિયાના બિનહિસાબી દાગીના જપ્ત

આ પણ વાંચો-

Surat: ગ્રીષ્મા વેકરિયાની અંતિમ યાત્રા નીકળી, માતા-પિતાએ ચોધાર આંસુએ દીકરીને વિદાય આપી

Next Video