રાજ્યમાં સિંગતેલ અને કપાસિયા તેલમાં ભાવ વધારો: છેલ્લા ચાર દિવસમાં ઝીંકાયો આટલો વધારો

Rajkot: રાજ્યભરમાં સિંગતેલ અને કપાસિયા તેલમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં સિંગતેલના ભાવમાં 35નો વધારો તો કપાસિયા તેલમાં 4 દિવસમાં રૂપિયા 40નો વધારો ઝીંકાયો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2021 | 9:59 AM

Rajkot: દિવસે ને દિવસે ખાદ્યતેલના (Edible oil) ભાવમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં જ સિંગતેલના (peanut oil) ભાવમાં રૂપિયા 35નો વધારો થયો છે. જોકે ગઈકાલે માત્ર 5 રૂપિયા ઘટ્યા હતા. એટલે કે ત્રણ દિવસમાં 30 રૂપિયા સિંગતેલ મોંઘુ થયું છે. બીજી તરફ કપાસિયા તેલના (cottonseed oil) ભાવ છેલ્લા 4 દિવસમાં 40 રૂપિયા વધ્યા છે. હવે કપાસિયા તેલનો ભાવ વધીને 2090 થયો છે.

જણાવી દઈએ કે માર્કેટમાં કપાસના રેકોર્ડ બ્રેક ભાવના કારણે કપાસિયા તેલ દિવસેને દિવસે મોંઘુ થતું જઈ રહ્યું છે. તો બીજી તરફ સિંગતેલમાં પણ મગફળીની આવકની અસર ભાવ પર પડી છે. સિંગતેલના ભાવ પણ દિવસેને દિવસે વધતા જઈ રહ્યા છે.

તો આ ભાવવધારાના કારણે મધ્યમવર્ગના લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જાહેર છે કે મોંઘવારીના આ જમાનામાં સામાન્ય માણસોને જીવન નિર્વાહ પણ એક સમસ્યા બની ગઈ છે. જીવન જરૂરીયાતની વસ્તુઓમાં પણ મબલખ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNG ના ભાવ વધારાના કારણે માધ્યમ વર્ગના પરિવારની કમર તૂટી ગઈ છે.

 

આ પણ વાંચો: Rajkot: બેકાબૂ કારે પાર્ક કરેલી કારને લીધી અડફેટે, બાદમાં ઘૂસી ગઈ ટ્રકમાં: જુઓ CCTV ના દ્રશ્યો

આ પણ વાંચો: ડોક્ટરોની હડતાળ હજુ પૂરી નહીં થાય! FORDAએ કહ્યું જ્યાં સુધી પોલીસ FIR પાછી નહીં ખેંચે ત્યાં સુધી પ્રદર્શન ચાલુ રહેશે

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">