સુરેન્દ્રનગર વીડિયો : સાયલાના ચોરવીરામાં ગેસ ગળતર થતા 2 શ્રમિકોના મોત, 3 શખ્સો વિરોધ નોંધાઈ ફરિયાદ
સુરેન્દ્રનગરના સાયલાના ચોરવીરામાં પણ ગેસ ગળતરની ઘટના બની છે. ચોરવીરામાં ગેસ ગળતર થતા શ્રમિકોના મોત થયા છે. કોર્બોસેલનો કૂવો ખોદવા જતા ગેસ ગળતરમાં 2 શ્રમિકોના મોત થયા હોવાની ઘટના બની છે.
રાજ્યમાં કેટલીક વાર ગેસ ગળતરની ઘટના સામે આવતી હોય છે. ત્યારે સુરેન્દ્રનગરના સાયલાના ચોરવીરામાં પણ ગેસ ગળતરની ઘટના બની છે. ચોરવીરામાં ગેસ ગળતર થતા શ્રમિકોના મોત થયા છે. કોર્બોસેલનો કૂવો ખોદવા જતા ગેસ ગળતરમાં 2 શ્રમિકોના મોત થયા હોવાની ઘટના બની છે. તંત્રએ પૂરેલો ગેરકાયદે કોર્બોસેલનો કૂવો ફરી ખોદવામાં આવ્યો હતો. ગત રાતે 2 શ્રમિકોના મોત અને એકને ઇજા પહોંચી હતી. વાડીના માલિક સહિત 3 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
બીજી તરફ આ અગાઉ પણ ગેસ ગળતરની ઘટના બની હતી. સુરેન્દ્રનગરમાં કોર્બોસેલની ખાણમાં ગેસ ગળતર થતા 3 શ્રમિકના મોત થયા હોવાની ઘટના સામે આવી હતી. દેવપરા ગામે ચાલતી ગેરકાયદેસર ખાણમાં આ દુર્ઘટના બની હતી. ખાણમાં કોર્બોસેલ ખોદવા જીલેટીન ફોડવામાં આવ્યું હતું. જીલેટીન ફોડીને શ્રમિકોને ખાણમાં ઉતારવામાં આવ્યા હતા.