સુરેન્દ્રનગરમાં મનપાના સફાઈ કર્મચારીઓ બરાબર તહેવાર ટાણે જ હડતાળ પર ઉતર્યા- Video

સુરેન્દ્રનગરમાં દિવાળીમાં મનપાના સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. બોનસ અને PF રકમની ચુકવણી ન કરાતા વિરોધ કરી રહ્યા છે. જ્યાં સુધી તેમની માગોનું નિરાકરણ ન આવે ત્યા સુધી સફાઈ કામથી અળગા રહેશે.

| Edited By: | Updated on: Oct 20, 2025 | 5:56 PM

સુરેન્દ્રનગરમા બરાબર દિવાળી અને બેસતા વર્ષ જેવા મોટા તહેવાર ટાણે જ મનપાના સફાઈ કરમચારીઓ હડતાળ પર ઉતર્યા છે. બોનસ અને PF રકમની ચુકવણી ન કરાતા વિરોધ કરી રહ્યા છે. વઢવાણ મનપા ખાતે 300 થી વધુ સફાઈ કર્મચારીઓ એક્ઠા થયા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી. તહેવારોના સમયમાં સફાઈકર્મીઓની આર્થિક સ્થિતિ કફોડી બની છે. કર્મચારીઓનું શોષણ કરાતુ હોવાના પણ આક્ષેપ કરાઈ રહ્યા છે. તંત્રની ઢીલી નીતિ સામે સફાઈ કર્મચારીઓમાં ભારે રોષ વ્યાપી રહ્યો છે. જ્યા સુધી નિરાકરણ ન આવે ત્યાં સુધી સફાઈ કામ બંધ રાખવાનું સફાઈ કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી છે.

સફાઈ કર્મચારીઓની હડતાળથી શહેરની સ્વચ્છતાને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે. દિવાળીના દિવસે સમગ્ર શહેરમાં લોકો ફટાકડા ફોડશે અને શહેરમાં ચારેબાજુ ફટાકડાનો કચરો પડ્યો હશે.આવી સ્થિતિમાં જો શહેરની સફાઈ ન થાય તો ભારે મુશ્કેલી સર્જાઈ શકે છે. બીજી તરફ સફાઈકર્મીઓ પણ તેમની માગ પર અડગ જણાઈ રહ્યા છે અને ટસના મસ થવા તૈયાર નથી.

પાકિસ્તાનનો અફઘાનિસ્તાન સાથે તણાવ ચરમસીમાએ: ખ્વાજા આસિફે ભારતને આપી ‘ટુ ફ્રન્ટ વોર’ની ધમકી- વાંચો

Published On - 5:56 pm, Mon, 20 October 25