Surendranagar: લૂંટના આરોપીને 15 મહિલા પોલીસ કર્મીઓએ હાથ પકડી ગામમાં ફેરવ્યો! જોવા લોકોના ટોળા ઉમટ્યા, જુઓ Video

|

Jul 31, 2023 | 9:11 PM

સુરેન્દ્રનગરમાં એક લૂંટ અને મારામારીના આરોપીને પોલીસે ગામમાં ફેરવ્યો હતો. આરોપી મહાવીરસિંહને પોલીસે કોન્સ્ટેબલના ઘેરા વચ્ચે રાખીને હાથ પકડીને ચાલતા જ રસ્તા પર ફેરવતા લોકોના ટોળા એકઠા થયા હતા.

 

કાયદો હાથમાં લેનારાઓની હવે ખેર નથી. રાજ્યની પોલીસ હવે ગુનાખોરી આચનારા તત્વોની સામે લાલ આંખે કામ લઈ રહી છે. આવી જ રીતે સુરેન્દ્રનગરમાં એક લૂંટ અને મારામારીના આરોપીને પોલીસે ગામમાં ફેરવ્યો હતો. ગામમાં ફેરવતા લોકોના ટોળા એકઠા થયા હતા. લીમડી ડિવિઝનના ડીવાએસપીના માર્ગદર્શન હેઠળ વઢવાણ પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે ઝડપેલા લૂંટ અને મારામારીના ગુનાના આરોપીને ચોકડી ગામમાં લઈ આવી હતી. જ્યા આરોપી મહાવીરસિંહ સિંધવે એક વર્ષ અગાઉ લૂંટ અને મારામારી કરી હતી.

આરોપી મહાવીરસિંહને પોલીસે કોન્સ્ટેબલના ઘેરા વચ્ચે રાખીને હાથ પકડીને ચાલતા જ રસ્તા પર ફેરવતા લોકોના ટોળા એકઠા થયા હતા. લગભગ 15 જેટલી મહિલા પોલીસ કોન્સ્ટેબલોએ આરોપી મહાવીરસિંહને હાથ પકડીને રસ્તાઓ પર ફેરવતા દ્રશ્યો જોવા મળ્યા હતા. આરોપીએ લૂંટ વખતે લાયસન્સ ધરાવતુ હથિયાર ઉપયોગમાં લીધુ હતુ અને તેને વઢવાણના એક કારખાનામાં સંતાડી દીધુ હતુ. જેને શોધવા માટે આરોપીને લઈ પોલીસ વઢવાણ જેતે કારખાના પર પહોંચી હતી.

આ પણ વાંચોઃ Ahmedabad: રિંગ રોડ પર ખાડા રાજ, વાહન ચાલકો ત્રસ્ત, ટોલ પ્લાઝા નજીક માર્ગ પર જોખમી સ્થિતિ, જુઓ Video

સુરેન્દ્રનગર સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:08 pm, Mon, 31 July 23

Next Video