સુરેન્દ્રનગર NA કૌભાંડમાં EDની કાર્યવાહી તેજ, અનેક લોકોને સમન્સ પાઠવવાની તૈયારી, જુઓ Video
સુરેન્દ્રનગરનું આ NA કૌભાંડ કરોડો રૂપિયાના વ્યવહારો સાથે જોડાયેલું હોવાની આશંકા છે. તેથી આવનારા દિવસોમાં EDની કાર્યવાહીથી અનેક નવા ખુલાસા થવાની શક્યતા છે. સમગ્ર મામલે જિલ્લામાં વહીવટી અને રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.
સુરેન્દ્રનગરમાં જમીન NA (બિન ખેતી) કૌભાંડ મામલે હવે તપાસ એજન્સીઓની કાર્યવાહી વધુ તેજ બનતી જઈ રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) આગામી દિવસોમાં આ કેસ સાથે સંકળાયેલા અનેક લોકોને સમન્સ પાઠવવાની તૈયારીમાં હોવાનું જાણવા મળ્યું છે. ખાસ કરીને વચેટિયા, જમીન વ્યવહાર સાથે જોડાયેલા લોકો અને કેટલાક સરકારી કર્મચારીઓને પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે.
પૂછપરછ શરૂ થવાની શક્યતા
મહત્વનું છે કે EDએ પહેલી ફરિયાદ બાદ વધુ એક ફરિયાદ નોંધેલી હતી, જેના આધારે હવે તપાસનો દોર વિસ્તરાવવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી ACBમાં નોંધાયેલી ફરિયાદ ઉપરાંત EDમાં દાખલ થયેલી ફરિયાદ અંગે પણ અલગથી પૂછપરછ શરૂ થવાની શક્યતા છે. સૂત્રો મુજબ, આ તપાસમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી સહિત અન્ય અધિકારીઓ અને કર્મચારીઓની ભૂમિકા અંગે પુરાવાઓના આધારે છણાવટ હાથ ધરવામાં આવી છે.
અન્ય લોકો પણ EDના રડારમાં
EDને જમીન NA કરાવવાની પ્રક્રિયા, દસ્તાવેજી ગેરરીતિઓ અને નાણાકીય વ્યવહારો અંગે મહત્વના પુરાવા મળ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ પુરાવાઓના આધારે હવે સંકળાયેલા અન્ય લોકો પણ EDના રડારમાં આવી ગયા છે. તપાસ એજન્સી દ્વારા મની ટ્રેઇલ, બેંક લેવડદેવડ અને જમીન સોદાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.
સુરેન્દ્રનગરનું આ NA કૌભાંડ કરોડો રૂપિયાના વ્યવહારો સાથે જોડાયેલું હોવાની આશંકા છે. તેથી આવનારા દિવસોમાં EDની કાર્યવાહીથી અનેક નવા ખુલાસા થવાની શક્યતા છે. સમગ્ર મામલે જિલ્લામાં વહીવટી અને રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.
