સુરેન્દ્રનગર : મૂળી તાલુકામાં એરંડાના પાકમાં કાળી ઇયળોનો ઉપદ્રવ, પાક નિષ્ફળ જાય તેવી ખેડૂતોને ભીતિ
મોંઘા બીયારણો, દવાઓ છંટકાવ, માવજત અને એંરડાના પાકને વધુ પાક ઊતરવાની આશાએ ખેડૂતોએ રાત દિવસ મહેનતથી પાક ઉછેર્યો હતો. ત્યારે એક જ રાતમાં ખેતરોના ખેતર કાળી એયળોએ સાફ કરી નાખતા ખેડુતો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.
સુરેન્દ્રનગરના મુળી તાલુકાના ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. જીહા, મુળી તાલુકાના ખેડુતોએ વાવણી કરેલા એરંડાના પાકમાં રાતોરાત કાળી ઇયળો આવી ચડી. જેના કારણે ખેડૂતોની આખરી ઉમ્મીદ એવા એરંડાનો પાક નિષ્ફળ ગયાની રાવ ઉઠી છે. સુરેન્દ્રનગર જીલ્લામાં ખેડુતો એરંડાનું મોટાપાયે વાવેતર કરતા હોઇ છે. અને ખાસ કરીને મુળી તાલુકાના ખેડુતોએ મોટાપાયે એરંડાનું વાવેતર કરેલું હતું.
મોંઘા બીયારણો, દવાઓ છંટકાવ, માવજત અને એંરડાના પાકને વધુ પાક ઊતરવાની આશાએ ખેડૂતોએ રાત દિવસ મહેનતથી પાક ઉછેર્યો હતો. ત્યારે એક જ રાતમાં ખેતરોના ખેતર કાળી એયળોએ સાફ કરી નાખતા ખેડુતો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. એવામાં ખેડુતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જતા, ધરતીપુત્રોએ સરકાર પાસે નુકશાનીનો તાત્કાલિક સર્વે કરી સહાય ચુકવવા માગ કરી છે.
નોંધનીય છેકે આ વરસે ભારે વરસાદને કારણે પણ ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. ત્યારે હવે પાકમાં જીવાતો ઉપદ્રવ ખેડૂતોની ચિંતા વધારી છે. ત્યારે હાલ તો ખેડૂતોની સ્થિતિ પડયા પર પાટું સમાન સ્થિતિ થઇ રહી છે. હવે ખેડૂતો આ સમસ્યાનો નિવેડો કેવી રીતે આવે છે તેની ચિંતા છે. જેથી કરીને ખેડૂતો પોતાના એરંડાનો પાક બચાવી શકે છે.
આ પણ વાંચો : Gold Price Today : દિવાળી દરમ્યાન સસ્તું સોનું ખરીદવાની મળી રહી છે તક, જાણો આજના 1 તોલા સોનાના લેટેસ્ટ રેટ