Surendranagar: ખેત પેદાશોના ભાવ નક્કી કરવા ખેડૂતોની માગ, પોષણક્ષમ ભાવ મળવા મુદ્દે ખેડૂતોએ શું કહ્યું, જુઓ Video

|

Jun 02, 2023 | 10:13 PM

ખેત પેદાશોના ભાવ નક્કી કરવા સુરેન્દ્રનગરના ખેડૂતોની માગ, ભાવોમાં વધઘટ થતી હોવાના કારણે ખેડૂતોને નુકસાન જતું હોવાનું ખેડૂત દ્વારા જણાવવામાં આવી રહી છે. ભાવ નિશ્ચિત થાય તો ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી શકે તેવું ખેડૂતોનું કહેવું છે.

Surendranagar: ખેતી એક એવો વ્યવસાય છે, જેમાં ખેડૂતોને ક્યારેક સારા ભાવ મળે છે, તો ક્યારેક નજીવા ભાવ મળવાને કારણે ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવે છે. જેથી ખેત પેદાશોના ભાવ નક્કી કરવામાં આવે તેવી ખેડૂતોએ માગ કરી છે. ખેડૂતોનું કહેવું છે કે 15 દિવસ પહેલા પ્રતિમણ કપાસનો ભાવ 1700 રૂપિયા હતો જે આજે 1150 રૂપિયા થઈ ગયો છે. માત્ર કપાસ જ નહીં પણ મોટાભાગની ખેત પેદાશોમાં ભાવમાં વધઘટ રહેતી હોય છે.  જેથી સરકાર ભાવ નક્કી કરે તેવી માગ કરવામાં આવી છે.

આ પણ વાંચો : સુરેન્દ્રનગરમાંથી ઝડપાયેલા 17 લાખના ડ્રગ્સમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગનું કનેક્શન આવ્યુ સામે, ઝડપાયેલા ત્રણ પૈકી બે આરોપી અનમોલ બિશ્નોઈના સાગરીત

બિયારણ, ખાતર, જંતુનાશક દવા સહિતના ભાવો વધી રહ્યા છે, ત્યારે આ દિશામાં સરકાર વિચારે તેવી ઉગ્ર માગ ખેડૂતો કરી રહ્યા છે. એક તરફ ખેડૂતોને પડતો વાતાવરણનો માર અને તેની વચ્ચે આ ઓછા ભાવ મળવાની ફરિયાદ ઉઠી છે. કાળી મજૂરી કરી ખેડૂતોએ ઉગાડેલા પાકનું જો અંતે વળતરજ નહીં મળે તો ખેડૂતો જીવન નિર્વાહ કઈ રીતે કરે તે હવે પ્રશ્નાર્થ છે.

સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Video