Gujarati Video : કરોડોના નુકસાન સામે કરચિયાના ખેડૂતોને ચૂકવાઈ નજીવી સહાય, 8 કરોડના નુકસાન સામે તંત્ર તરફથી માત્ર 2.36 કરોડ ચૂકવવાના આદેશ સામે નારાજગી

Gujarati Video : કરોડોના નુકસાન સામે કરચિયાના ખેડૂતોને ચૂકવાઈ નજીવી સહાય, 8 કરોડના નુકસાન સામે તંત્ર તરફથી માત્ર 2.36 કરોડ ચૂકવવાના આદેશ સામે નારાજગી

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 01, 2023 | 10:19 PM

Vadodara : વડોદરાના 26 ખેડૂતોને નુકસાનીના વળતર પેટે 7 કરોડ 95 લાખને બદલે જિલ્લા કલેક્ટર દ્વારા 2 કરોડ 36 લાખ ચૂકવવાનો આદેશ કરતા ખેડૂતો અસંતુષ્ટ છે અને માગ કરી છે કે તેમને પૂરતુ અને સંપૂર્ણ વળતર ચુકવવામાં આવે.

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોની હાલત એકદમ કફોડી થઇ છે. કુદરતી કે માનવસર્જિત આપદાઓને કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખાસ વાત છે કે પાક નુકશાનીના એક કેસમાં હવે તંત્રએ ખેડૂતોને પાક નુકશાનીનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે. પરંતુ ખેડૂતો આ નિર્ણયથી જરા પણ ખુશ નથી.

સમગ્ર ઘટના અનુસાર વર્ષ 2010માં ભારે વરસાદને કારણે IOCLએ કરચિયાની સીમમાં રેલવે યાર્ડના બે નાળા બંધ કરી દીધા હતા. જ્યાં નાળા બંધ કરવામાં આવ્યા છે તે સ્થળેથી રેલવે દ્વારા ઓઇલના ટેન્કરનું વહન કરાય છે. એટલે ઓઇલ પાણીમાં ભળે નહીં તે માટે આ નાળાં બંધ કરાયાં હતાં અને ઓઇલ કંપનીએ દિવાલ બનાવી હતી. જેને કારણે વરસાદી પાણી આસપાસનાં ખેતરોમાં ફરી વળતાં પાકોને નુકસાન થયું હતું.. ખેડૂતોને આ નુકસાની દર વર્ષે વેઠવી પડી રહી છે, કારણકે વરસાદી પાણી ભરાય તો તેના નિકાલ માટેનો કોઈ માર્ગ જ નથી. જેથી ખેડૂતોની જમીનમાં પાણી ભરાયેલા રહે છે અને તેને કારણે ખેડૂતો કોઈ જ પાક લઈ શકતા નથી.

આ પણ વાંચો : ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય, હવે દેશમાં અનાજનો બગાડ નહીં થાય, સરકારે અન્ન સંગ્રહ યોજનાને આપી મંજૂરી

ખેડૂતોને થયેલા 13 વર્ષના નુકસાનીનો આંકડો 56 કરોડને પાર

ખેડૂતોનો દાવો છે કે 2010થી 13 વર્ષનું નુકસાન ગણવામાં આવે તો તેનો આંકડો 56 કરોડ 54 લાખ રૂપિયા થાય છે. જેની સામે જિલ્લા વહીવટી તંત્રએ 26 ખેડૂતોને નુકસાનીના વળતર પેટે 7 કરોડ 95 લાખનું વળતર સ્વીકારવા ખેડૂતો તૈયાર થયા પરંતુ જિલ્લા કલેકટર તરફથી માત્ર 2 કરોડ 36 ચૂકવવા આદેશ કર્યો છે. જેથી કરચિયાના ખેડૂતો તંત્રના આ નિર્ણયથી ભારે અસંતુષ્ટ છે સાથે જ માગ કરી છે કે તેમને પૂરતું અને સંપૂર્ણ વળતર ચૂકવવામાં આવે.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">