સુરેન્દ્રનગરના ખેડૂતો ઓર્ગેનિક બોરની ખેતી તરફ વળ્યા

|

Jan 27, 2022 | 9:26 AM

સુરેન્દ્રનગર જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો દ્વારા વાવેતરમાં અલગ અલગ સફળ પ્રયોગ કરવામાં આવી રહ્યાં છે.. ત્યારે લીંબડી તાલુકાના પાંદરી ગામના ખેડૂત દિનેશભાઇ ઓર્ગેનિક બોરની ખેતી તરફ વળ્યા અને પોતાના ફાર્મ હાઉસમાં બાર વિઘામાં ગોલા બોરનું વાવેતર કર્યું.

સુરેન્દ્રનગર(Surendranagar)  જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો(Farmers)  દ્વારા વાવેતરમાં અલગ અલગ સફળ પ્રયોગ કરવામાં આવી રહ્યાં છે.. ત્યારે લીંબડી તાલુકાના પાંદરી ગામના ખેડૂત દિનેશભાઇ પણ પરંમપરાગત કપાસ, જુવારના વાવેતરના બદલે ઓર્ગેનિક બોરની(Organic Farming)  ખેતી તરફ વળ્યા અને પોતાના ફાર્મ હાઉસમાં બાર વિઘામાં ગોલા બોરનું વાવેતર કર્યું. શરૂઆતમાં ઉત્પાદન ઓછું મળ્યું પણ હાલ દરરોજ 150 કિલોથી વધુ બોરનું ઉત્પાદન થાય છે. જે 40 રૂપિયે કિલો વેચાય છે. આમ ખર્ચ સામે સારી આવક થઇ રહી છે.. ગયા વર્ષે ચાર લાખની વાર્ષિક આવક થઈ હતી આ વખતે પણ ચાર લાખની આવકનો અંદાજ છે.. ત્યારે દિનેશભાઇનો આ પ્રયાસ જિલ્લાના અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણા સમાન સાબીત થયો છે.

આ પણ વાંચો : Surendranagar : ધ્રાંગધ્રા તાલુકાના ભુગુપુર ગામે બોગસ ડોકટર ઝડપાયો

આ પણ વાંચો : અમદાવાદમાં નરોડાના રહીશો પાણીની સમસ્યાથી પરેશાન, નાગરિકોમાં આક્રોશ

Next Video