Surendranagar: કોર્પોરેટર જ દારુની હેરાફેરી કરતો હોવાની શંકાએ પોલીસે પાડ્યા દરોડા, દારુની 16 બોટલ ઝડપાઈ, જુઓ Video
દુધરેજ નગરપાલીકાના કોર્પોરેટરના મકાનમાંથી દારુ પકડાયો હોવાની ઘટનામાં પોલીસે ફરીયાદ નોંધી આરોપીની શોધખઓળ હાથધરી છે. જુની હાઉસીંગ સોસાયટીમાં આવેલ મકાનમાંથી દારુ જપ્ત કરાયો હતો.
સુરેન્દ્રનગરમાં ભાજપના કોર્પોરેટરના મકાનમાંથી દારૂ ઝડપાયો છે. સુરેન્દ્રનગર-દૂધરેજ નગરપાલીકાના કોર્પોરેટરના મકાનમાંથી દારૂ મળ્યો. જૂની હાઉસિંગ સોસાયટીમાં આવેલ મકાનમાંથી દારૂ જપ્ત કરાયો છે. વોર્ડ નં 8ના કોર્પોરેટર વિશાલ જાદવના મકાનમાંથી 16 બોટલ દારૂ મળ્યો. વિશાલ જાદવ ભાજપનો પણ છે કાર્યકર છે. સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વિશાલ જાદવ સામે ગુનો નોંધાયો છે.
પોલીસે વિશાલ જાદવ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. દારૂની હેરાફેરીમાં કોર્પોરેટરની સંડોવણીની આશંકાએ તપાસ શરૂ કરાઈ છે. ગાંધીના ગુજરાતમાં દારૂની હેરફેરીની ઘટના વારંવાર સામે આવતી હોય છે. ત્યારે સુરેન્દ્રનગરમાં ભાજપના કોર્પોરેટરના મકાનમાંથી જ દારૂ મળવાની ઘટના નિંદાનીય છે.
સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો