સુરતના અઠવા ઝોનમાં કોરોના કેસોની સંખ્યા સૌથી વધુ છતાં ડીજેના તાલે યુવાઓ મોટી સંખ્યામાં ઝુમ્યા હતા. અને, કોવિડ ગાઈડ લાઇનના સરેઆમ લીરેલીરા ઉડ્યા હતા. અહીં, મોટી સંખ્યામાં યુવાઓ માસ્ક અને સોસીયલ ડિસ્ટનસિંગ વીના જોવા મળ્યા હતા. ભરથાણા ખાતે આવેલ યુનિવર્સીટીનો વિડીયો સોસીયલ મીડિયા પર વાયરલ થયો છે. સુરતમાં કોરોના વિસ્ફોટ જેવી સ્થિતિ છતાં બેદરકારી ભર્યા દ્રશ્યો સામે આવતા અનેક સવાલોએ જન્મ લીધો છે. આ મામલે પાલિકા અને પોલીસ ઊંઘતી ઝડપાઇ છે. કોલેજ સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે કે નહીં તે એક મોટો સવાલ થઇ રહ્યો છે.
કોરોનાની ત્રીજી લહેર આવી ગઇ છે, સાવધાન રહેજો
નોંધનીય છેેકે છેલ્લા કેટલાક સમયથી રાજયમાં કોરોના કેસોમાં ભારે ઉછાળો નોંધાઇ રહ્યો છે. અને, હવે કોરોનાની ત્રીજી લહેર આવી ગઇ હોય તેવું દેખાઇ રહ્યું છે. ત્યારે લોકો બેદરકારી રાખી રહ્યાં છે. અને, લોકોની આ બેદરકારી કોરોનાને ખુલ્લુ આમંત્રણ આપી રહી છે. ત્યારે, યુવાનો દ્વારા થઇ રહેલી આ બેદરકારીનું કેટલું ગંભીર પરિણામ આવશે તે તો વિચારવું જ રહ્યું. પરંતુ અહીં કહેવું રહ્યું કે લોકોએ ખરેખર સાવધાન રહેવાની જરૂર છે. નહીંતર કોરોના ફરી તમારા ઘરમાં પગપેસારો ન કરે.
આ પણ વાંચો : Kutch: નર્મદાના અટકી ગયેલા કામોને લઈને ખેડૂતો આકરા પાણીએ, જિલ્લા કિસાનસંઘના નેજા હેઠળ શરુ કર્યા ધરણા
આ પણ વાંચો : BHARUCH : ત્રીજી લહેરના ભણકારા વચ્ચે સિવિલ હોસ્પિટલમાં કોરોનાને આમંત્રણ? જુઓ દ્રશ્યો