Surat: સુરતમાં સીઆર પાટીલને બહેનોએ રાખડી બાંધી, 400 કમળની ભેટ આપી, જુઓ Video

| Edited By: | Updated on: Aug 31, 2023 | 4:03 PM

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલને સુરતમાં મહિલાઓએ રાખડી બાંધીને રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરી હતી. સુરતમાં સીઆર પાટીલના નિવાસ સ્થાને મહિલાઓ અને સુરત સિવિલ હોસ્પિટલની નર્સોએ પહોંચીને રાખડી બાંધી હતી. આ સાથે જ 400 કમળના ફુલ સીઆર પાટીલને અર્પણ આપવામાં આવ્યા હતા.

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલને સુરતમાં મહિલાઓએ રાખડી બાંધીને રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરી હતી. સુરતમાં સીઆર પાટીલના નિવાસ સ્થાને મહિલાઓ અને સુરત સિવિલ હોસ્પિટલની નર્સોએ પહોંચીને રાખડી બાંધી હતી. આ સાથે જ 400 કમળના ફુલ સીઆર પાટીલને અર્પણ આપવામાં આવ્યા હતા. સીઆર પાટીલના નિવાસ સ્થાને સુરત સિવિલ હોસ્પિટલની નર્સોએ પહોંચીને સીઆર પાટીલ અને તેમના પત્નિને રાખડી બાંધીની શુભેચ્છાઓ આપી હતી.

સ્થાનિક મહિલાઓ પણ પ્રદેશ ભાજપ અધ્યક્ષના નિવાસ સ્થાને જઈને રાખડીઓ બાંધી હતી. સ્થાનિક કાર્યકરો અને મહિલાઓએ પણ રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી હતી. સાથે જ અધ્યક્ષ પાટીલને 400 કમળના ફુલ આપવામાં આવ્યા હતા. આગામી લોકસભામાં ભાજપ 400 બેઠક પર વિજય મેળવે એ માટે થઈને આ કમળના ફુલ આપવામાં આવ્યા હતા.

 

આ પણ વાંચોઃ Shamlaji: શામળાજી મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી, ભગવાનને સોનાની રાખડી અર્પણ કરાઈ

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 31, 2023 03:25 PM