Surat: સુરતના ગણેશ ઉત્સવમાં ડોક્ટર, વકીલ અને શિક્ષકો ઢોલ વાદન કરી ધૂમ મચાવશે, ત્રણ મહિનાથી કરી રહ્યા છે પ્રેક્ટિસ, જુઓ Video
ડોક્ટર,વકીલ, શિક્ષક અને એન્જીનિયર સહિતના લોકો છેલ્લા ત્રણ મહિનાથી ઢોલ વગાડવા માટેની પ્રેક્ટિસ કરી રહ્યા છે. ગણપતિ ઉત્સવને લઈ આ ગ્રુપ દ્વારા તૈયારીઓ કરવામા આવી છે. જે 14 કિલોગ્રામનુ વજન ધરાવતા ઢોલને ગળામાં પટ્ટા વડે ભરાવીને વગાડવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે.
સુરતમાં ગણેશોત્સવમાં હવે નાસિક જ નહીં પરંતુ શિક્ષિત ઢોલ વાદક મંડળી પણ રંગ જમાવતી જોવા મળશે. તમને શિક્ષિત ઢોલ વાદક મંડળી સાંભળીને નવાઈ જરુર લાગશે, પરંતુ વાત સાચી છે. શહેરના ડોક્ટર,વકીલ, શિક્ષક અને એન્જીનિયર સહિતના લોકો છેલ્લા ત્રણ મહિનાથી ઢોલ વગાડવા માટેની પ્રેક્ટિસ કરી રહ્યા છે. ગણપતિ ઉત્સવને લઈ આ ગ્રુપ દ્વારા તૈયારીઓ કરવામા આવી છે. જે 14 કિલોગ્રામનુ વજન ધરાવતા ઢોલને ગળામાં પટ્ટા વડે ભરાવીને વગાડવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ Narmada: શિક્ષણ પ્રધાને વાયરલ થયેલા વીડિયો વિશે કર્યો ખુલાસો, જ્ઞાન સહાયક ભરતી મુદ્દે કહી મહત્વની વાત, જુઓ Video
યુવકો અને યુવતીઓ ઢોલ વગાડવા માટેનો પ્રયાસ કર્યો છે. ગ્રુપમાં 20 થી 25 જેટલી યુવતીઓ સહિત 125 જેટલા ગ્રુપમાં યુવાનો છે. જેમાં આ યુવાઓ ઉત્સાહભેર ઢોલ માટે પ્રેક્ટિસ કરી રહ્યા છે. જેમાં પ્રેક્ટિસ કર્યા બાદ ગણેશ મહોત્સવ દરમિયાન ઢોલ વગાડશે. આ ઢોલ પરંપરાગત રીતે વગાડવમાં આવશે અને પંડાલોમાં શ્રદ્ધાળુઓ અને ભક્તોને ઢોલવાદન વડે ભક્તિમય વાતાવરણ બનાવી દેશે. ઢોલની પ્રેક્ટિસ કરી રહેલી એક યુવતીએ કહ્યુ હતુ, ક્યારેય આ અંગેનો પ્રયાસ કર્યો નહોતો, પરંતુ પ્રથમવાર આમ પ્રયાસ કર્યો છે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
