Bageshwar Dham Sarkar : ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન ધર્માંતરણ થતું હશે ત્યાં કથા કરીશું અને ઘરવાપસી કરાવીશું, જુઓ Video

| Edited By: | Updated on: May 26, 2023 | 5:17 PM

બાબા બાગેશ્વરના દિવ્ય દરબાર પહેલા, બાબાએ મીડિયા કર્મીઓ સાથે વાતચીત કરી હતી. ધર્માંતરણ, હિન્દુ રાષ્ટ્ર અને રાજકારણ સહિતના મુદ્દાઓ વિશે વાતચીત કરી હતી.

Surat: બાબા બાગેશ્વર ધામ સરકારનો બે દિવસ સુરતમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. દરબારની શરૂઆત પહેલા બાબાએ મીડિયા કર્મીઓ સાથે વાતચીત કરી હતી. લિંબાયત વિસ્તારના નીલગીરી ગ્રાઉન્ડમાં આજે બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર યોજાશે. આ સમારોહ માટે વિશાળ મંચ, ભવ્ય મંડપ તૈયાર કરવામાં આવ્યો છે. બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં બે લાખથી વધુ લોકો જોડાય તેવો આયોજકોનો દાવો છે.

આ પણ વાંચો : વેડ-વરિયાવ બ્રિજ પરથી એક મહિલાએ લગાવી મોતની છલાંગ, પતિએ દ્વારકા આવવાની મનાઈ કરતા પગલુ ભર્યુ

બાબા બાગેશ્વરે પત્રકાર પરિસદમાં કહ્યું કે અબ કુચ દિન ગુજરાતમે ગુજારેગે. ખાસ કરીને ધર્માંતરણને લઈ પ્રશ્નો પૂછતા બાબાએ કહ્યું જે વિસ્તારમાં ધર્માંતરણ થતું હશે. તે જગ્યાએ અમે કથા કરીશું અને ઘર વાપસી કરાવીશું. સુરત ખાતે બાબાના દરબારમાં હાજર રહેવા રાજસ્થાન, યુપી અને બિહારમાંથી સેંકડો ભક્તો સુરત પહોંચ્યા છે. દરબારની વ્યવસ્થા માટે 1 હજાર સુરક્ષાકર્મીઓ 500 બાઉન્સર્સ તેમજ 1 હજાર સ્વયંસેવકો ખડે પગે રહેશે. દરબાર માટે 10 ગેટ બનાવવામાં આવ્યા છે અને દરેક ગેટ પર એમ્બ્યુલન્સ તૈનાત રહેશે. શ્રદ્ધાળુઓ માટે પીવાનું પાણી, કૂલર તેમજ પંખા સહિત જરૂરી તમામ વ્યવસ્થાઓ કરાઇ છે. દિવ્ય દરબારમાં બાબા બાગેશ્વર હિંદુ રાષ્ટ્ર અને સનાતન સંસ્કૃતિની એકતા અંગે સંબોધન કરશે. બાબા બાગેશ્વરે અયોધ્યા મંદિર બાદ મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિને લઈ હુંકાર કર્યો છે. તો 27મેએ બાબા બાગેશ્વરની કથા અને ભભૂતી વિતરણનો કાર્યક્રમ થવાનો છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: May 26, 2023 05:14 PM