સુરતમાં ફરી એક વાર પાણી કાપ મુકવામાં આવ્યો, જાણો ક્યાં 4 ઝોનમાં પાણીનો કાપ રહેશે

| Edited By: | Updated on: Jan 09, 2023 | 11:20 AM

સુરતમાં 11 અને 12 જાન્યુઆરીએ કુલ 4 ઝોનમાં પાણી કાપ કરવામાં આવશે. તેની અસર કુલ 10 લાખ લોકો પર જોવા મળશે.જેના કારણે સુરતવાસીઓને પાણીપુરવઠાની સમસ્યા જોવા મળે છે.

સુરતમાં લોકોએ પાણી વિના રહેવુ પડશે. કડકડતી ઠંડી વચ્ચે પણ સુરતવાસીઓએ શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણીકાપ સહન કરવો પડશે. 11 જાન્યુઆરીએ સવારે 8 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી સુરતના અલગ અલગ ઝોનમાં પાણી નહીં મળે. સુરતના સીમાડા જળવિતરણ મથકની સામે આવેલી વ્રજચોક ખાડી પરની લાઈનના જોડાણને પગલે પાણીકાપ મુકવાનો નિર્ણય કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે. 12 જાન્યુઆરીએ પણ પાણી કાપની અસર જોવા મળી શકે છે. 11 અને 12 જાન્યુઆરીએ કુલ 4 ઝોનમાં પાણી કાપ કરવામાં આવશે. તેની અસર કુલ 10 લાખ લોકો પર જોવા મળશે.જેના કારણે સુરતવાસીઓને પાણીપુરવઠાની સમસ્યા જોવા મળે છે. રો-વોટરની પાઈપલાઈન શિફટ કરવાની કામગીરી પૂર્ણ થયા બાદ પાઈપલાઈનનું જોડાણ કરવામાં આવશે. ત્યાર બાદ તરત જ પાણીનો પુરવઠો ફરી રાબેતા મુજબ લોકોને મળવા લાગશે.

આ અગાઉ પણ સુરતના 5 ઝોનમા 3 જાન્યુઆરીએ પાણીમા કાપ મુકવામા આવ્યો હતો. જેના કારણે લોકોમા પીવાના પાણીની સમસ્યા સર્જાયઈ હતી. સુરતમા પાણીના કાપથી કુલ 20 લાખ લોકોને અસર થઈ હતી. જેમાં અઠવા, ઉધના, લીંબાયત, વરાછા અને જેવા સેન્ટ્રલ ઝોનના એરિયામા પાણીનો કાપ મુકવામાં આવશે. આ પ્રકારની સમસ્યા આ અગાઉ પણ ઘણી વાર જોવા મળી છે. 3 જાન્યુઆરી પહેલા અગાઉ 27 અને 28 જુલાઈના રોજ પણ વિસ્તારોમા પાણીનો કાપ મુકવામાં આવ્યા હતો. જેના કારણે પીવાના પાણીની સમસ્યા પણ જોવા મળી હતી.

અગાઉ ક્યા વિસ્તારોમા પાણી કાપ કરવામાં આવ્યો હતો

આ અગાઉ કતારગામ વોટર વર્ક્સથી આવતી 1524 મીમી અને 1321 મીમી વ્યસની પાણીની લાઇનનું રિપેરિંગ કામ કરવાનું હોવાથી ઉધના ઝોન એ, વરાછા ઝોન, લીંબાયત ઝોન અને સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં પાણી પુરવઠો પૂરો પાડી શક્યાં ન હતાં. સાથે જ તેવી જાહેરાત કરવામાં આવી હતી કે. આ ઝોનમાં આવેલ બમરોલી, ગોવાલક, આશાપુરી સોસાયટી, કર્મયોગી સોસાયટી, પાંડેસરા જીઆઇડીસી સહિતનો વિસ્તાર, વરાછા ઝોનમાં અશ્વિનીકુમાર, ફુલપાડા, એલ એચ રોડ, કાપોદ્રા, કરંજ અને ઉમરપાડા સહિતના વિસ્તાર, લીંબાયત ઝોનમાં નીલગીરી સર્કલ, ત્રિકમ નગર, અને ડિંડોલી સહિતનો વિસ્તાર, સેન્ટ્રલ ઝોનમાં દિલ્હીગેટથી ચોક સુધીનો ઉત્તર તરફનો વિસ્તાર, મહિધરપુરા, રામપુરા, હરિપુરા, સૈયદપુરા, શાહપોર અને ગોટાલાવાડી સહિતના વિસ્તારનો સમાવેશ સેન્ટ્રલ ઝોનમા પાણી કાપ કરવામાં આવ્યો હતો. પાણીની પાઈપ લાઈનુ રિપેરિંગ કર્યો પછી પાણી પુરવઠો રાબેતા મુજબ આપવામાં આવ્યો હતો.