Surat: વેસુ વિસ્તારમાં શરુ કરવામાં આવ્યો વોર રુમ, ખાનગી હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા માટે કરશે સંકલન

|

Jan 10, 2022 | 12:33 PM

ખાનગી હોસ્પિટલમાં બેડની વ્યવસ્થાને લઈ કોઈ સમસ્યા ઉભી ન થાય તે માટે વોર રૂમ શરૂ કરાયો છે. એટલું જ નહીં ઝોન દીઠ ખાનગી હોસ્પિટલો સાથે સંકલનની જવાબદારી પણ સોંપવામાં આવી છે.

અમદાવાદ બાદ સુરત શહેર પણ કોરોના હોટસ્પોટ (Corona hotspot) બની રહ્યું છે. જેને લઇ કોરોનાની વકરતી સ્થિતિને પહોંચી વળવા માટે મહાનગરપાલિકા એલર્ટ બન્યું છે અને ત્રીજી લહેરમાં ખાનગી હોસ્પિટલો (Private hospitals) સાથે સંકલન કરી શકાય તે માટે વોર રૂમ (War Room) શરૂ કરાયો છે.

રાજ્યમાં અમદાવાદ પછી સૌથી વધુ કોરોનાના કેસ સુરતમાં નોંધાઈ રહ્યા છે. જેથી કોરોના સંક્રમણ અટકાવવા માટે સુરત કોર્પોરેશન એક્શનમાં આવી ગયુ છે. સુરત કોર્પોરેશન દ્વારા વેસુ વિસ્તારમાં એક વોર રુમ શરુ કરવામાં આવ્યો છે. સુરતના વેસુ ખાતેના વોર રૂમ મારફતે ઝોન ઓફિસમાં સંકલન કરાશે.

ખાનગી હોસ્પિટલમાં બેડની વ્યવસ્થાને લઈ કોઈ સમસ્યા ઉભી ન થયા તે માટે વોર રૂમ શરૂ કરાયો છે. એટલું જ નહીં ઝોન દીઠ ખાનગી હોસ્પિટલો સાથે સંકલનની જવાબદારી પણ સોંપવામાં આવી છે તો નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ સહિત કુલ 8,500 બેડ તૈયાર કરાયા છે.

રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર શરુ થઈ ગઈ છે. સુરતમાં કોરોનાના કેસ ખૂબ જ ઝડપથી ફેલાઇ રહ્યા છે. ત્યારે કોરોનાના દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં બેડ, દવા અથવા ઓક્સિજનને લઇને કોઇ સમસ્યા ન સર્જાય તે માટે આ વોર રુમમાં મોનિટરિંગ કરવામાં આવશે. જરુર પડે તો કોરોના દર્દીઓને કયા હોસ્પિટલમાં બેડ ખાલી છે તે સહિતની માહિતી સાથે સંકલન પણ કરી આપવામાં આવશે.

આ પણ વાંચોઃ રાજ્યની શાળાઓમાં 1,100 વિદ્યાર્થી કોરોના સંક્રમિત, વાલીઓમાં ફરી વળ્યુ ચિંતાનું મોજુ

આ પણ વાંચોઃ Ahmedabad: સિવિલમાં વધુ ત્રણ ડોક્ટર અને પાંચ નર્સિંગ સ્ટાફ સંક્રમિત, તમામ હોમ આઈસોલેટ થયા

Next Video