Surat Video : અકસ્માતની અલગ-અલગ ઘટનાઓમાં બે લોકોએ જીવ ગુમાવ્યો, Palsanaમાં યુવતી બિલ્ડિંગના ત્રીજા માળથી પટકાઈ
Surat : સુરતમાં અપમૃત્યની બે ઘટનાઓમાં બે લોકોએ જીવ ગુમાવ્યો છે. પલસાણા(Palsana)ના તાતીથૈયા ગામમાં બિલ્ડિંગના ત્રીજા માળથી પટકાયેલી યુવતીનું કરુણ મોત નીપજ્યું છે જયારે ઉધના(Udhna) વિસ્તારમાં સીટી બસ(City Bus)ની અડફેટે યુવકે જીવ ગુમાવ્યો છે.
Surat : સુરતમાં અપમૃત્યની બે ઘટનાઓમાં બે લોકોએ જીવ ગુમાવ્યો છે. પલસાણા(Palsana)ના તાતીથૈયા ગામમાં બિલ્ડિંગના ત્રીજા માળથી પટકાયેલી યુવતીનું કરુણ મોત નીપજ્યું છે જયારે ઉધના(Udhna) વિસ્તારમાં સીટી બસ(City Bus)ની અડફેટે યુવકે જીવ ગુમાવ્યો છે. બંને ઘટનામાં અકસ્માત મોત નોંધ હેઠળ પોલીસે તપાસ હાથ ધરી છે.
બિલ્ડિંગના ત્રીજા માળથી યુવતી પટકાઈ
સુરતના પલસાણા વિસ્તારમાં બિલ્ડિંગના ત્રીજા માળથી યુવતી પટકાઈ જતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બિલ્ડીંગ ઉપરથી પટકાતા યુવતીનું મોત નીપજ્યું હતું. પલસાણાના તાતીથૈયા ગામનો બનાવ છે જેમાં માયા નામની અકસ્માતનો ભોગ બની હતી. સૂત્રો અનુસાર અગાસીમાં રેલિંગના ટેકા પર ઉભેલી યુવતીનું બેલેન્સ બગડતા તે નીચે પટકાઈ હતી. વીજ પુરવઠો ઠપ્પ થતા ગરમીના કારણે ઘરના અગાસી પર ગઈ હતી. ઘટના બાબતે કડોદરા પોલીસે અકસ્માત મોત નોંધ હેઠળ વધુ તપાસ હાથ ધરી છે.
સીટી બસની અડફેટે યુવાનનું મોત
સુરત શહેરમાં અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. ઉધના વિસ્તારમાં સીટી બસ(City Bus)સાથે અકસ્માતમાં એક યુવકનું મોત નીપજ્યું છે. યુવકના મોતને લઈને ઘટનાસ્થળે ટોળું પણ એકત્રિત થઇ ગયું હતું.
સુરત શહેરમાં અકસ્માતની ઘટનાઓ ચિંતાનું સ્વરૂપ ધારણ કરી રહી છે. હવે વધુ એક અકસ્માતની ઘટના ઉધના વિસ્તારમાં નોંધાવા પામી છે. ઉધના વિસ્તારમાં રાત્રીના સમયે રોડ ક્રોસ કરતા એક રાહદારી બસની અડફેટે આવી ગયો હતો. અકસ્માતમાં યુવકને ગંભીર ઈજાઓ પહોચી હતી જેનું સારવાર મળે તે પહેલાજ મોત નીપજ્યું હતું.