Surat : ડુમસ બીચ પર વરસાદી માહોલમાં યુવાનોનો ગરબા રમતો Video વાયરલ
સુરતમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છે. મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. ત્યારે સુરતના ડુમસ બીચ પર યુવાનોનો ગરબા રમતો વિડીયો વાયરલ થયો છે. ડુમસ બીચ ખાતે યુવાનોનું એક ગ્રુપ પહોચ્યું હતું અને અહી ડીજેના તાલે ગરબા અને દોઢીયા રમ્યા હતા
Surat: કોઈ પણ પરિસ્થિતિ કેમ ન હોય સુરતીઓ(Surat) હંમેશા મોજ કરતા જ જોવા મળે છે ત્યારે સુરતમાં વરસાદી માહોલ વચ્ચે ડુમસ બીચ પર યંગસ્ટર ગ્રૂપ ડીજેના તાલે ગરબા-દોઢીયાની(Garba) રમઝટ બોલાવી હતી એટલું જ નહી યુવાનોના આ ગ્રુપને જોઇને ત્યાં ફરવા આવતા લોકો પણ અહી ગરબે ઘૂમ્યા હતા. આ વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે.
ડુમસ બીચ ખાતે યુવાનોનું એક ગ્રુપ પહોચ્યું હતું
સુરતમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છે. મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. ત્યારે સુરતના ડુમસ બીચ પર યુવાનોનો ગરબા રમતો વિડીયો વાયરલ થયો છે. ડુમસ બીચ ખાતે યુવાનોનું એક ગ્રુપ પહોચ્યું હતું અને અહી ડીજેના તાલે ગરબા અને દોઢીયા રમ્યા હતા એટલું જ નહી અહી ફરવા આવેલા અન્ય લોકો પણ યુવાનોનો ઉત્સાહ જોઇને પોતાને પણ રોકી શક્યા ન હતા.
વરસાદી માહોલ વચ્ચે યુવાનોના આ ગ્રુપે ગરબાની રમઝટ બોલાવી હતી
તેઓ પણ આ ગ્રુપ સાથે જોડાઈને ગરબે ઘૂમ્યા હતા. ‘જય જય અંબે’ના નાદ સાથે યુવાનો-યુવતીઓ દોઢિયા રમ્યાં હતાં. આથી દરિયાકિનારો ભક્તિથી ગુંજી ઊઠ્યો હતો.મહત્વનું છે કે કોઈ પણ પરિસ્થિતિમાં સુરતીલાલાઓ હંમેશા મોજ કરતા હોય છે ત્યારે સુરતમાં વરસાદી માહોલ વચ્ચે યુવાનોના આ ગ્રુપે ગરબાની રમઝટ બોલાવી હતી