Surat : બગીચામાં નમાઝનો વીડિયો વાયરલ , હિંદુ સંગઠનોએ કર્યા હનુમાન ચાલીસાના પાઠ, જુઓ Video

|

Jun 23, 2023 | 6:26 PM

સુરત ના સરકારી ગાર્ડનમાં નમાઝ પઢવાનો વીડિયો વાયરલ થયા બાદ હિંદુ સંગઠનોએ હનુમાન ચાલીસાના પાઠ કરીને બગીચામાં ગંગાજળનો છંટકાવ કર્યો.

Surat : ગુજરાતમાં ફરી એકવાર હનુમાન ચાલીસા V/S નમાઝનો વિવાદ સામે આવ્યો છે. સુરતના એક બગીચાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં બે લોકો સરકારી બગીચામાં નમાઝ પઢી રહ્યા છે. મહત્વનુ છે કે આ વીડિયો વાયુ વેગે હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો જોયા બાદ હિંદુ સંગઠનોમાં રોષ ફાઢી નીકળ્યો છે અને ત્યારબાદ બગીચામાં આવીને ગંગાજળનો છંટકાવ પણ કર્યો હતો. મહત્વનું છે કે, આ વીડિયો ડિંડોલી વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે. હજી સુધી આ મામલે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.

આ પણ વાંચો : ગાંધીનગરના કલોલમાં વધ્યો રોગચાળો, જુમ્મા મસ્જિદ, મતવા કુવા વિસ્તાર કોલેરાગ્રસ્ત

સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયા બાદ હિંદુ સંગઠનના કાર્યકરો બગીચા પર દોડી આવ્યા હતા અને ગંગાજળ છાંટ્યું હતું. એટલું જ નહિં નમાઝની સામે તેમણે બગીચામાં હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો. હિંદુ સંગઠનના કાર્યકરોનું કહેવું છે કે, આ બગીચા સાથે હિંદુઓની આસ્થા જોડાયેલી છે. કારણ કે, અહીં છઠ્ઠની પૂજા કરવામાં આવતી હોય છે. તેથી ગંગાજળ છાંટીને ફરી એકવાર બગીચાને પવિત્ર કરવામાં આવ્યું છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Video