Surat Video : Bolav ની ફેક્ટરીમાં Kim પોલીસે શંકાસ્પદ ઘી નો જથ્થો સીઝ કર્યો, અખાદ્ય ઘી નું ઉત્પાદન થતું હોવાની શંકા

|

Oct 07, 2023 | 2:05 PM

Surat : સુરત જિલ્લાના ઓલપાડ(Olpad) તાલુકાના બોલાવ ગામની જીઆઈડીસીમાં ઘી ના ઉત્પાદન સાથે સંકળાયેલી શંકાસ્પદ ફેકટરીમાં કીમ પોલીસે તપાસ શરૂ કરી છે.  ઘી ના કારોબાર સાથે સંકળાયેલી ફેક્ટરીમાં લાખો રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Surat : સુરત જિલ્લાના ઓલપાડ(Olpad) તાલુકાના બોલાવ ગામની જીઆઈડીસીમાં ઘી ના ઉત્પાદન સાથે સંકળાયેલી શંકાસ્પદ ફેકટરીમાં કીમ પોલીસે તપાસ શરૂ કરી છે.  ઘી ના કારોબાર સાથે સંકળાયેલી ફેક્ટરીમાં લાખો રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સામાન્યરીતે આપણે ઘી ને શક્તિવર્ધક અને પોષણયુક્ત ખોરાક તરીકે આરોગીએ છે પણ તમે સીલપેક ટીનમાંથી પણ અખાદ્ય પદાર્થ આરોગી સ્વસ્થ્યને નુકસાન પહોંચાડતા હોય તો નવાઈ નહીં? આવોજ એક શંકાસ્પદ મામલો ઓલપાડમાં સામે આવ્યો છે. પોલીસે એક ઘી ના વેપાર સાથે સંકળાયેલી ફેકટરીમાં તપાસ હાથ ધરી ઘી ની ગુણવત્તા જાણવા FSL ની મદદ લીધી છે.

આ પણ વાંચો : Surat Video : અકસ્માતની અલગ-અલગ ઘટનાઓમાં બે લોકોએ જીવ ગુમાવ્યો, Palsanaમાં યુવતી બિલ્ડિંગના ત્રીજા માળથી પટકાઈ

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના બોલાવ જીઆઈડીસી વિસ્તારમાં ખાદ્ય પદાર્થની શંકાસ્પદ  ફેકટરી ચાલતી હોવાની બાતમી કીમ પોલીસને મળતાં કીમ પોલીસ મથકના પીએસઆઈ વી.આર ચોસલાએ સ્ટાફ સાથે રેડ કરી હતી.પોલીસ ફેકટરીમાં પહોંચી ત્યારે ફેકટરીમાં ઘી નો ખુબ મોટો જથ્થો મળી આવ્યો હતો. આ જોઈ પોલીસે શંકા અનુભવી હતી.

એવી શંકા છે કે હલકી ગુણવત્તાના મટીરીયલ ભેળવી ઘી તૈયાર થતું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં અનુમાન લગાવી રહી છે. કીમ પોલીસે તાત્કાલિક FSL ની ટીમ બોલાવી શંકાસ્પદ ઘી ના સેમ્પલ લેવડાવ્યા હતા.  હાલ ઘીના ડબ્બાઓ,સ્ટીકર, કારટુન,પ્લાસ્ટિકની બરણીઓ,ખાલી પૂઠ્ઠાઓ,શંકાસ્પદ ઘી ની પ્રવાહી સહિત 6.1 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે.પોલીસે FSL ના રિપોર્ટ સુધી ફેકટરી સિલ કરી છે.

Input Credit : – Mehul Bhokalva, Olpad

 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 2:02 pm, Sat, 7 October 23

Next Video