સુરત વીડિયો : એથર ઇન્ડસ્ટ્રીઝ દુર્ઘટનાના મૃતકોની 9 દિવસ બાદ ઓળખ થઈ, DNA રિપોર્ટ બાદ મૃતદેહ પરિવારને સોંપાયા
સુરતઃ સચિન જીઆઇડીસીની એથર ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગવાની ઘટનામાં અપમૃત્યુનો સામનો કરનાર કામદારોના DNA રિપોર્ટ આવતા આખરે આટલા દિવસો બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ કામદાર આગમાં ભડથું થયા હતા.

ઈથર ઇન્ડસ્ટ્રીઝમાં વિસ્ફોટ સાથે આગની ઘટના બની હતી. ઘટનામાં 27 લોકો દાઝી ગયા હતા તો 7 કામદાર લાપતા બન્યા હતા . સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન લાપતા 7 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. સારવાર દરમિયાન પણ એક કામદાર મૃત્યુ પામતા મૃતકઆંક 8 થયો હતો.
મૃતદેહ ભડથું થતા ઓળખ મુશ્કેલ બની હતી. DNA રિપોર્ટના આધારે મૃતકોની ઓળખની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ઘટનાના 9 દિવસ બાદ આવ્યો મૃતકોનો DNA રિપોર્ટ આવ્યો છે. DNAએ રિપોર્ટના આધારે પરિજનોને મૃતદેહ સોંપવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે.
Published on: Dec 10, 2023 11:08 AM