Surat Video : રોગચાળા બાદ વધી રહ્યા છે મોતના આંકડા, સાધારણ તાવ બાદ બાળકીનું મોત

| Edited By: | Updated on: Aug 08, 2023 | 10:42 AM

સુરતમાં કામરેજના ખોલવડ ગામે તાવ (fever) આવતા બાળકીનું મોત થયાની ઘટના સામે આવી છે. સામાન્ય તાવ આવતા ત્રણ વર્ષની બાળકીનું મોત (Death) થયું છે. રોગચાળાના પગલે મોતના આંકડા વધતા આરોગ્ય તંત્ર દોડતુ થયુ છે.

Surat : સુરતમાં રોગચાળો વકરી રહ્યો છે. અત્યાર સુધીમાં તાવ સહિતની બીમારીથી 21ના મોત થયા છે. ત્યારે સુરતમાં કામરેજના ખોલવડ ગામે તાવ (fever) આવતા બાળકીનું મોત થયાની ઘટના સામે આવી છે. સામાન્ય તાવ આવતા ત્રણ વર્ષની બાળકીનું મોત (Death) થયું છે. રોગચાળાના પગલે મોતના આંકડા વધતા આરોગ્ય તંત્ર દોડતુ થયુ છે.

આ પણ વાંચો-Gujarati Video: તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં રૂપિયા 20નો વધારો, સિંગતેલના ડબ્બાનો ભાવ રુપિયા 3100 નજીક પહોંચ્યો

સુરતમાં કામરેજના ખોલવડ ગામમાં રહેતા બાળકીના પિતાએ બાળકીને સામાન્ય તાવ આવતા ઘર પાસે આવેલા ક્લિનિકમાંથી દવા લીધી હતી. જે દવા બાળકીએ લીધા બાદ થોડી રાહત થઈ હતી. ત્યારબાદ મોડીરાત્રે બાળકીને પેટમાં દુખાવો થતા તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાઈ હતી. જ્યાં સારવાર મળે તે પહેલા જ અચાનક બાળકી બેભાન થઈ અને ત્યારબાદ મોત નિપજ્યું હતું. હાલ સમગ્ર મામલે કામરેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો