સુરત વીડિયો : નકલી માર્કશીટ બનાવવાનું કાવતરું ઝડપાયું, લોકોને વિદેશ મોકલવા કૌભાંડ આચરાતું હતું

|

Mar 23, 2024 | 10:54 AM

સુરત: નકલી માર્કશીટ બનાવવાનો કેસ સામે આવ્યો છે જેમાં  મોટો ખુલાસો થયો છે. ભેજાબાજે 100થી વધુ લોકોને નકલી માર્કશીટ આપ્યાની આશંકા છે. વિદેશ જવા ઇચ્છતા લોકોને જરૂરી દસ્તાવેજ માટે બોગસ માર્કશીટ બનાવી આપવામાં આવતી હોવાની માહિતીના આધારે તપાસ આગળ લંબાવાઈ છે. 

પકડાયેલા આરોપીની પૂછપરછ અને ઓફિસની તપાસમાં મોટો ખુલાસો થયો છે. આરોપી છેલ્લાં 14 વર્ષથી યશ એજ્યુકેશન એકેડેમીના નામથી સંસ્થા ચલાવતો હતો. ઓફિસમાંથી પોલીસને હિસાબી ડાયરીઓ તથા રસીદ બુક મળી આવી હતી. નકલી માર્કશીટ બનાવવા રોકડ, ઓનલાઇન અને ચેકથી પેમેન્ટ લીધાનો ઉલ્લેખ થયો છે.

રસિદબુકને આધારે 113 વ્યક્તિઓએ નાણાં આપી નકલી ડિગ્રી મેળવી હોવાની શંકા છે. નકલી ડિગ્રી બનાવવા આરોપી નિલેશ સાવલીયાને 37.53 લાખ ચૂકવ્યા હતા.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video