સુરત વિડીયો : એથર ઇન્ડસ્ટ્રીઝ દુર્ઘટનાની પ્રાથમિક તપાસમાંજ કંપનીને ક્લીન ચિટ? સાંભળો શું કહ્યું જીપીસીબીના અધિકારીએ
જીપીસીબીએ કંપનીમાં બનેલી ગોઝારી ઘટનાને અકસ્માત જવી સુરક્ષા અને સલામતી માટેના પગલાંઓ સામે સંતોષ વ્યક્ત કર્યો હતો.એથર કંપનીમાં બ્લાસ્ટની ઘટનામાં સાત લોકોના મોતના મામલે પોલીસે તપાસ તેજી કરી છે. ઘટના સ્થળ ની જોઈન્ટ પોલીસ કમિશ્નરે મુલાકાત લીધી હતી.
સુરત : એથર કંપનીમાં બ્લાસ્ટની ઘટનામાં સાત લોકોના મોતના મામલે પોલીસે તપાસ તેજી કરી છે. ઘટના સ્થળ ની જોઈન્ટ પોલીસ કમિશ્નરે મુલાકાત લીધી હતી. અધિકારીએ તપાસના અંતે એજન્સી ના રિપોર્ટના આધારે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધવા તૈયારી બતાવી હતી તો જીપીસીબીએ કંપનીમાં બનેલી ગોઝારી ઘટનાને અકસ્માત જવી સુરક્ષા અને સલામતી માટેના પગલાંઓ સામે સંતોષ વ્યક્ત કર્યો હતો.
જિજ્ઞાસા ઓઝાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે આ ઘટના એક અકસ્માત છે. કંપનીની ભૂલ ન હોવાનું જણાયું ન હોવાનું ઉમેરતા સેફટીના કારણે નુકસાન ઓછું થયો હોવાનો બચાવ કર્યો હતો. કંપનીની બેદરકારી નથી તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
ઉલ્લેખનીય છે કે અધિકારી અનુસાર કંપનીની સુરક્ષા અને સલામતીની કામગીરી up to the mark છે તો સોલ્વન્ટ લીક કઇ રીતે થયું અને આટલી મોટી દુર્ઘટના છતાં સરકારી બાબુઓની કામનીની ગુણગાન ગાથા આશ્ચર્ય જન્માવે છે
આ સામે સુરત જોઈન્ટ પોલીસ કમિશ્નર કે.એન.ડામોર નું નિવેદન સામે આવ્યું છે કે અલગ અલગ એજન્સી તપાસ કરી રહી છેસાત માનવ કંકાલ મળી આવ્યા છે,જે તમામની ઓળખ મેળવવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. માનવ કંકાલ ની ઓળખ કરવા ડી.એન.સેમ્પલ સેમ્પલ લેવામાં આવશે.ડી.એન.એ સેમ્પલ પરથી મૃતકોની ઓળખ કરવામાં આવશે.તપાસના અંતે એજન્સી ના રિપોર્ટના આધારે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવી શકે છે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો